ક્રાઇમ
અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધો
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતો
અમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેની લાશને અમરેલી સિવીલમા ખસેડાઇ હતી. અમરેલીમા યુવકના આપઘાતની આ ઘટના ચિતલ રોડ પર ગોળીબારના ટેકરા પાસે બપોરે અઢી વાગ્યાના સુમારે બની હતી.
અહી ટેકરા સામે રહેતા વનરાજભાઇ બાબુજી ધાધલ (ઉ.વ.29) નામના યુવાને પોતાના ઘરે ઓરડીની છત પર હુકમા દોરી બાંધી ગળાફાંસો ખાઇ પોતાનુ જીવન ટુંકાવી લીધુ હતુ. અમરેલીમા ચાર વર્ષ પહેલા ચક્કરગઢ રોડ પર દાનેવ પાનના ગલ્લા પાસે હત્યાની એક ઘટના બની હતી. જેમા મૃતક યુવાન વનરાજ ધાધલ આરોપી હતો અને અમરેલીની અદાલતમા કેસ ચાલતો હોય ટુંક સમયમા ચુકાદો આવવાની શકયતા હતી. વળી આ કેસમા સજા થવાની શકયતા લાગતા તેની ચિંતામા તેણે આ અંતિમ પગલુ ભર્યુ હતુ.