આગામી દિવસોમાં દિવાળીનો પાવન પર્વ હોય, દિવાળીના દિવસોમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરમાં સાફ-સફાઈ ઉપરાંત દુકાનો-ઓફિસોમાં થતી સફાઈ માટે પાણીની જરૂૂરિયાતને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા શહેરમાં વિતરણ થતા પાણી પુરવઠાના સમયમાં દસ મિનિટનો વધારો કરવામાં આવ્યો છે.
ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી અને કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તેમજ ચીફ ઓફિસર કરમુર અને વોટર વર્ક્સ ઇજનેર નંદાણીયાની ટીમ દ્વારા આ અંગે નિર્ણય લઈ અને આગામી તા. 10 થી તા. 26 ઓક્ટોબર સુધી શહેરમાં 10 મિનિટ પાણી વધુ આપવામાં આવશે. સાથે સાથે નગરજનો પાણીનો ખોટો બગાડ ન કરે તે માટે પણ પાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરમાં પાણીનું વિતરણ એકાંતરા કરવામાં આવે છે.

