Site icon Gujarat Mirror

મનપાની તિજોરી છલકાઇ: 4,45,463 કરદાતાઓ દ્વારા 412.12 કરોડનાં વેરાની ભરપાઇ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,45,463 કરદાતા દ્વારા કુલ રૂૂ. 412.12 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે. ગત વર્ષે તા.23-03-2025નાં રોજ કુલ 4,11,586 કરદાતા દ્વારા કુલ રૂૂ. 397.72 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવેલ હતો, આમ,ગત વર્ષ કરતાં આ વર્ષ તા.23-03-2026 નાં રોજ કુલ 33,777 વધુ કરદાતાઓ દ્વારા તથા કુલ રૂૂ.14.40 કરોડની વધુ રકમનો મિલકત વેરો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવેલ છે.

વેરા-વસુલાત શાખા દ્વારા આજ દિન સુધીમાં કુલ રૂૂ.412.12 કરોડની વસુલાત કરવામાં આવેલ છે. આમ,હાલ પણ વેરા વસુલાત શાખામાં પોતાનો વેરો ભરપાઈ કરવા માટે કુલ રૂૂ.10,000 વ્યાજ માફી યોજનાનો લાભ છે, જે પૈકી મિલકત વેરામાં 5,000 તેમજ પાણી વેરામાં 5,000 સુધીની વ્યાજ માફીમેળવવા માટે કરદાતાઓ વેરો ચૂકવવા માટે તત્પર બન્યા છે. જેથી તમામ શહેરીજનોને સત્વરે 31 માર્ચ સુધીમાં સંપૂર્ણ વેરો ભરી હાલની વ્યાજ માફીનો લાભ લઇ પોતાનો સંપૂર્ણ વેરો સત્વરે ભરવા નમ્ર અનુરોધ છે.

તા.26/03/2026 થી તા.31/03/2026 સુધી તમામ દિવસોમાં (બીજા – ચોથા શનિવાર તથા રવિવારની જાહેર રજા, તહેવારોની રજા સહિત) તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર્સ અને તમામ ઝોનલ કચેરી ખાતે મિલકતવેરા- પાણી વેરાની વસુલાત સવારે 9:30 કલાક થી સાંજે 6:10 કલાક સુધી ચાલુ રાખવામાં આવનાર છે.

આ કામગીરી માનનીય કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા સેન્ટ્રલ ઝોન ના આસી.કમિશ્નર કાશ્મીરાબેન વાઢેર તથા વેસ્ટ ઝોનના આસી. કમિશ્નર દીપેન ડોડીયા તથા વેસ્ટ ઝોનના આસી.કમિશ્નર ડો. એચ.પી.રૂૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટરઓ દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. મિલકતવેરા વસુલાત માટે શહેરના તમામ વોર્ડમાં મિલકત સીલીંગ, નળ કનેક્શન કપાત, ડ્રેનેજ કપાત સહિતની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

Exit mobile version