Site icon Gujarat Mirror

બર્ધન ચોક વિસ્તારમાં મ્યુનિ. કમિશનર અને એસ.પી.ની સ્થળ મુલાકાત બાદ એસ્ટેટ શાખા ત્રાટકી

14 રેંકડી- 4 કેબિનો સહિતની સામગ્રી કબજે કરી પથારાવાળાઓને હટાવાયા

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં કાયમી રેકડીઓના જંગલ અને પથારા વાળાઓના ત્રાસને લઈને ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને એસ્ટેટ વિભાગને સમગ્ર વિસ્તાર સાફ સુથરો કરી દેવા માટે ની સૂચના અપાઇ હતી, અને તમામ ગેરકાયદે દબાણ હટાવી લેવા માટેની સૂચના અપાઇ હતી. દરમિયાન આજે બપોર પછી એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા સહિત ની ટુકડી દરબારગઢ વિસ્તારમાં પહોંચી હતી, અને દરબારગઢ થી બર્ધનચોક અને માંડવી ટાવર સુધીના સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે દબાણો ને હટાવી લેવામાં આવ્યા હતા. જેમાં 14 રેકડીઓ કબજે કરી લેવામાં આવી હતી, જ્યારે ચાર કેબીનો કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં જાહેર રોડ પર પથારાઓ પાથરીને દબાણકરનારાઓને હટાવાયા હતા, અને દરબારગઢ થી માંડવી ટાવર સુધીનો સમગ્ર રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગની આ કાર્યવાહીને લઈને દરબાર ગઢ થી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી.

Exit mobile version