સંભવત: છેલ્લું બોર્ડ હોવાથી વિરોધપક્ષે સળગતો મુદ્દો ઉઠાવ્યો, કાલે જોવાશે શક્તિ પ્રદર્શન
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતી કાલે મળનાર છે. સંભવત ચૂંટણી આચરસહિતાના કારણે જૂની બોડીનું આ છેલ્લુ બોડ બને તેવુ લાગી રહ્યુ છે. છતા વિરોધપક્ષ દ્વારા છેલ્લે-છેલ્લે લડી લેવુ હોય તેમ અન્ય પ્રશ્ર્નોની સાથોસાથ તાજેતરમાં ઇજનેર ઉપર કોન્ટ્રાક્ટર થયેલા હુમલાના કારણે કર્મચારીઓ અને અધિકારીઓ સલામત નથી અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી છતા કાર્યવાહી આજ સુધી કેમ કરવામાં આવી નથી તેમજ એજન્સીને છાવરવામાં આવતી હોવાની અને કોઇ ફરિયાદી કેમ બનતુ નથી તે સહિતના પ્રશ્ર્નો પૂછી શાસક પક્ષને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છતા આવતીકાલના બોર્ડમાં વિરોધપક્ષ અને શાસક પક્ષ દ્વારા શક્તિ પ્રદર્શન થશે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.
મહાનગરપાલિકાના આવતીકાલના જનરલ બોર્ડ માટે મેયરની સુચનાથી ઈ.સેક્રેટરીએ એજન્ડા બહાર પાડયો છે. કુલ 12 દરખાસ્ત પૈકી આઠ દરખાસ્ત તો નામકરણની છે. અન્ય જયારે દ ર ખાતે સ્ટે ટ્રક મીટીએ મંજૂર કરેલી નીતિ વિષયક છે. આ બોર્ડના એજન્ડા પર પ્રથમ ભાજ પના કોર્પોરેટરનો હોય, શાસક પક્ષના સામાન્ય પ્રશ્નોની ચર્ચામાં જ વધુ એક બોર્ડ પુરૂૂ થઈ જાય એવું બનશે. બીજી તરફ ભાજપની વર્તમાન બોડીની ટર્મ માર્ચ મહિનાના મધ્યમાં પૂરી થઈ રહી છે. આથી મોટા ભાગે ચાલુ બોડીનું આ અંતિમ જનરલ બોર્ડ હશે છતાં ખાસ કિસ્સામાં ખાસ સભા બોલાવવા મેયર પાસે સત્તા છે. પરંતુ બે મહિના બાદ બોડી અસ્તિત્વમાં નહીં હોય અને ચૂંટણી પણ જાહેર થઈ ગઈ હોય તેવું બની શકે છે. કુલ 14 કોર્પોરેટરે 31 પ્રશ્ન મૂક્યા છે. જેમાં કોંગ્રેસના ત્રણ સભ્યોના 9 અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો છે.
એજન્ડાની પ્રશ્નોતરીમાં પહેલો પ્રશ્ન વોર્ડ નં.9ના કોર્પોરેટર જેઓએ બે વર્ષમાં અમૃત યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ મળી અને કેટલા કામો થયા તેવું પુછયું છે. બે વર્ષમાં સ્વર્ણિમ યોજના અંગે આવી જ માહિતી માંગી છે. બીજા ક્રમે રૂૂચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઈટની સંખ્યા, ફરિયાદો, ડામર રી-કાર્પેટની વોર્ડવાઈઝ વિગતો પૂછી છે. તો ત્રીજા ક્રમે કંકુબેન ઉધરેજાએ ટીપીના પ્લોટ, આંગણવાડીઓ, ચોથા ક્રમે વિનુભાઈ સોરઠીયાએ આરોગ્ય વિભાગને લગતા પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે. છતા એક પ્રશ્ર્નના જવાબમાં જનરલ બોર્ડનો સમય પૂર્ણ કરી નાખવામાં આવે ત્યારે વિરોધપક્ષ દ્વારા પણ પૂર્વ તૈયારી સાથે બોર્ડમાં વેધક પ્રશ્ર્ન સાથે હાજર રહેશે. તેવી સંભાવના જોવાઇ રહી છે.

