ગુજરાત
બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની એક લાખથી વધુ ગુણી ઠલવાઇ
900 વાહનોની સાત કિમી લાંબી લાગી લાઇનો
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વધુ એક વખત મગફળીની 90 હજારથી 1 લાખ ગુણીની તોતિંગ આવક થઇ હતી. મગફળીનો આટલો જથ્થો લઇ આવનાર 900થી 1000 જેટલા વાહનોની 7થી 8 કિલોમીટર લાંબી લાઇન થઇ ગઇ હતી. દરેક વાહનની મગફલીને યાર્ડમાં પ્રવેશ માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરા, ડિરેક્ટરો અને સ્ટાફે જહેમત ઉઠાવી ઉતરાઇની વ્યવસ્થા કરાવી હતી. ખેડૂતોને અહીંના માર્કેટ યાર્ડમાં દરેક જાણસીના ઉંચા ભાવ મળતા હોવાથી મગફળી સહિતની જાણસીની સમયાંતરે મોટી આવકો થઇ રહી છે. યાર્ડમાં મગફળીનાં બોલાયેલા ભાવો જોઇએ તો આજે જીણી મગફળીના મણે રૂા.943થી રૂા.1210 અને જાડીના રૂા.920થી 1285 બોલાયા હતા.