Site icon Gujarat Mirror

સુરતના હજીરાકાંઠા વિસ્તારમાં એક હજારથી વધુ જવાનો તૈનાત

સુરતમાં હજીરા કાંઠા વિસ્તારમાં ભારત-પાકિસ્તાન તણાવને લઈ 1 હજારથી વધુ પોલીસ તૈનાત કરાઈ છે. સુરતના હજીરા રોડ ખાતે અનેક ઉદ્યોગ આવ્યા છે. અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાથી હજીરાની નાની-મોટી કંપનીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત શહેર પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અડધી રાત્રે પણ લોકો દેશ સેવા તત્પર હોવાની તૈયારીઓ બતાવી રહ્યાં છે.

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે દરેક દુષ્ટ ઈરાદાનો જવાબ એક જ ભાષામાં આપવામાં આવશે. પાકિસ્તાનને વારંવાર શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હોય.

2019 ના બાલાકોટ હુમલાથી અત્યાર સુધી, ભારતની લશ્કરી શક્તિ અને વ્યૂહાત્મક કુશળતાએ વારંવાર પાકિસ્તાનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ભારતની જ-400 સિસ્ટમ અને સમ્યક અને શક્તિ જેવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનોએ પાકિસ્તાની રડારને સંપૂર્ણપણે નકામા બનાવી દીધા છે. ગુજરાતના 15 જીલ્લાઓ એલર્ટ પર મુકવામાં આવ્યા છે, રાજ્યના 3 જીલ્લાઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Exit mobile version