Site icon Gujarat Mirror

સાતનાળા નજીક મનપાના પ્લોટમાં 50થી વધુ દબાણ

જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂૂપે આજે સવારે એમપી શાહ ઉદ્યોગ નગરની પાછળના ધરાર નગર સાતનાલા વિસ્તારના 50થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.ધરાર નગર સાતનાલા પાસેથી પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે, જે કેનાલ ઉપર કેટલાક મકાનો અથવા તો ધંધાના સ્થળો ખડકી દેવાયા છે. ઉપરાંત એક સમાજની વાડીનું બાંધકામ પણ કરી લેવામાં આવ્યું છે.જે તમામને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી ની ટિમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, અને તાત્કાલિક અસરથી મહાનગર પાલિકાની જગ્યા ખુલી કરાવી દેવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. જેને લઈને દબાણ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.

Exit mobile version