મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આવેદન આપવામાં આવ્યુ હતુ. આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે. ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેસમુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ધા સમાન છે.
વડાપ્રધાન એ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આચ આવવા નહીં દે. ભારત સરકારના નાણા વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી એવી શંકા છે. પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે?
હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વંશ થઈ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એ દેખીતું છે. આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે એવી રજૂઆત કરી હતી.

