Site icon Gujarat Mirror

મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે પોતાની કૂટનીતિ તેજ કરી છે. મંગળવારે (17 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમને ઈદની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે જ બંને દેશો વચ્ચે થયેલા એવા તમામ હુમલાઓ કે જેના પરિણામે નિર્દોષ લોકોના જીવ ગયા અને નાગરિક માળખાને નુકસાન પહોંચ્યું, તેની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. અમે વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જલ્દી પાછી ફરે તે માટે સાથે મળીને કામ કરતા રહીશું.”

આ વાતચીતનો સૌથી મોટો મુદ્દો ’હોર્મુઝ સ્ટ્રેટ’ હતો, જે દુનિયાના ઓઇલ અને ગેસના વેપાર માટે ખૂબ જ મહત્વનો દરિયાઈ રસ્તો છે. બંને નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે આ રસ્તા પર વેપારી જહાજોની અવરજવર (નેવિગેશન) એકદમ સલામત અને કોઈ પણ જાતના અવરોધ વગર ચાલુ રહેવી જોઈએ.
બીજી તરફ, મીડિયામાં એવી અફવાઓ ઉડી રહી હતી કે ઈરાન ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં ભારત પાસે પોતાના જપ્ત કરાયેલા 3 ઓઇલ ટેન્કરો છોડવાની માંગ કરી રહ્યું છે. જોકે, ભારત સરકારના ટોચના સૂત્રોએ આ કર્યું છે કે ભારતીય અને ઈરાની અધિકારીઓ વચ્ચે આવી કોઈ જ ડીલની વાત થઈ નથી. તમને જણાવી દઈએ કે અત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા 20 થી વધુ ભારતીય ધ્વજવાળા વેપારી જહાજોને કોઈ નુકસાન ન થાય અને તેમને સલામત માર્ગ મળે તે માટે ભારત સરકાર સતત તેહરાન (ઈરાન) ના સંપર્કમાં છે.

આ કૂટનીતિક વાટાઘાટોનું જ પરિણામ છે કે શનિવારે વહેલી સવારે ભારતના બે મોટા કઙૠ કેરિયર જહાજો, ’શિવાલિક’ અને ’નંદા દેવી’ હોર્મુઝ સ્ટ્રેટમાંથી એકદમ હેમખેમ પસાર થઈ ગયા હતા. નોંધનીય છે કે આ બંને જહાજોમાં ભારત માટે 92,712 મેટ્રિક ટન જેટલો મહત્વનો રાંધણ ગેસ (કઙૠ) ભરેલો હતો.

Exit mobile version