Site icon Gujarat Mirror

મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા

સાંઇઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ વિતરણ કરાશે: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ

મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કોલેજો પણ શરૂૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની ક્ધયાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.

સમાજના વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂૂ કરવામાં આવેલ છે. સમય અને સ્થાનિક જરૂૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની બેન્ચ, દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.


સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે પઉમા આદર્શ લગ્નથ બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ, 24 રૂૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 (છત્રીસ) રૂૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.


સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા, જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણી માંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે.એવા 451 જેટલા દાતાઓને ત્રણ દિવસ દરમ્યાન ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. કડવા પાટીદાર માટે તેમજ અન્ય સમાજ માટે જેમને વર્ષો સુધી અનેક સેવાકીય પ્રકલ્પો કર્યા છે, મોરબીનું નામ અજંતા,ઓરેવા અને ઓરપેટ ઉદ્યોગ ગ્રૂપને સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે,હજારો દિકરીઓને રોજી રોટી આપી છે એવા જયસુખભાઈ પટેલની મોદક તુલા કરવામાં આવી અને એ મોદક તુલાનો લાડુ મહા પ્રસાદ માં ઉમિયાજીના ચરણે ધરી 60000 સાંઈઠ હજાર બોક્સમાં ભરી 60000 કડવા પાટીદાર પરિવારમાં પહોંચાડવામાં આવશે.

આજના સમગ્ર કાર્યક્રમમાં ઉમિયા ધામ ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જે.પટેલના અધ્યક્ષ સ્થાન હતું.જેમાં મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી કબીરધામ-મોરબી, સરસ્વતી નિકેતન આશ્રમ ભાણદેવજી, નકલંક ધામ બગથળાના સંત દામજી ભગત તેમજ સિડસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા મોહનભાઈ કુંડારીયા, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કિશોરભાઈ ચીખલીયા, લલિતભાઈ કવાડિયા વગેરે રાજકીય હસ્તીઓ, તેમજ કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર ચેરમેન એ.કે.પટેલ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ પાટીદાર સંસ્થાના હોદેદારો, સીરામીક એસોસિએશન પ્રમુખ વગેરેની ઉપસ્થિતમાં ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અનેક ભવનોનો લોકાર્પણ કાર્યક્રમ સંપન થયો.

Exit mobile version