મોરબીના ખેવાળીયા ગામની સીમમાં એક વાડીમાં અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે એક સગીર વયના કિશોરનું અવસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ખેવાળીયા ગામના રહેવાસી 16 વર્ષીય હર્ષભાઈ રાજેશભાઈ કાવર સાંજના સમયે ગામની સીમમાં આવેલી ભીખાભાઇની વાડીએ હતા. આ દરમિયાન અચાનક કોઈ કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
