Site icon Gujarat Mirror

સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો જલાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સન્માન કર્યું હતું અને તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન તથા પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. (તસવીર : દેવાભાઈ રાઠોડ)

Exit mobile version