Site icon Gujarat Mirror

શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત

વસુંધરા સોસાયટીમાં ખુરશી ઉપર બેસવા જતી વખતે પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આધેડનું હદે રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કિશોરભાઈ પરસોતમભાઈ આસોડિયા નામના 54 વર્ષના આધેડ ઘેર હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ એક ભાઈ બે બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કેનાલ રોડ પર વસુંધરા સોસાયટીમાં રહેતા લાભુબેન અમૃતલાલ આડેસરા નામના 92 વર્ષના વૃદ્ધા ચાર દિવસ પૂર્વે પોતાના ઘરે ખુરશી ઉપર બેસવા જતા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતા વૃદ્ધા ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version