Site icon Gujarat Mirror

સા.કુંડલામાં રોડ પર આડેધડ ખોદાયેલ ખાડામાં બાઈક ખાબકતા આધેડનું મોત

સાવરકુંડલા માં અમરેલી રોડ પર પ્રવેશ દ્વાર પાસે ગત રાત્રે અમરેલી થીપોતાના બાઈક પર સાવરકુંડલા તરફ આવી રહેલા સાવરકુંડલાના આધેડ રામજીભાઈ મોહનભાઈ પાથર ઉંમર વર્ષ 65 રહેવાસી શિવાજીનગર માધવાણી ની વાડી નું આ ખાડામાં મોત થયું રાતના અંધારામાં ખાડો દેખાય તેવો નથી અને સામેથી આવતા વાહનોની લાઈટ થી અંજાઈ અને ખાડામાં બાઈક સાથે પડી ગયા હોય તેવું એક પ્રાથમિક તારણ કહી શકાય સૌથી મહત્વની વાત એ છે કે સાવરકુંડલામાં આરએન્ડ બી દ્વારા આડેધડ બે ફૂટના રોડ ખોદી અને નિર્દોષની જિંદગી સાથે રમત કરવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે અને વિકાસ ગણવો કે વિનાશ તેઓ પણ શહેરીજનોમાં એક કચવાટ થતો જોવા મળે છે.

આ નિર્દોષ વૃદ્ધના મૃત્યુ માટે જવાબદાર કોણ અનેક વખત આ મહાકાય મોતના ખાડા નજીકથી અનેક અધિકારીઓ પસાર થાય છે રાજકીય પદાધિકારી ઓ પણ પસાર થાય છે પરંતુ તેમને કોઈ ગંભીરતા દેખાતી નથી કામ એટલું બધું ધીમું ચાલી રહ્યું છે કે જેને લીધે વાહન ચાલકો પરેશાન છે આરં એન્ડ બી વિભાગ ની કુંભકરણ નિંદ્રા અને ઘોર બેદરકારી સ્પષ્ટ પણે દેખાય છે આ મહિનાઓથી કામ શરૂૂ છે અને સાવરકુંડલા વિસ્તારમાં અનેક કામ એવા પણ છે કે જે વર્ષોથી પુરા નથી થયા ત્યારે આવા કામના કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીને સમય મર્યાદામાં કામ પૂરું કરવાની નોટિસ આપવી જોઈએ અથવા તો તેને બ્લેક લિસ્ટ માં મૂકવી જોઈએ ત્યારે હવે પોલીસ તંત્ર અને આરએનબી આ એક નિર્દોષના લેવાયેલા ભોગને ગંભીરતાથી લેશે કે કેમ તે ટોક ઓફ ટાઉન બન્યું છે.

Exit mobile version