વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી પાટીદાર યુવા સંઘ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પોલીસ વ્યાજ ખોરો પર લગામ લગાવવા કામગીરી કરી રહી છે ત્યારે તેની વચ્ચે વધું એક વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પાટીદાર સમાજના એક વ્યક્તિને વ્યાજચક્રમા ફસાવી બે શખ્સોને વ્યાજ સહિત ચુકતે કરી આપવા છતા વ્યાજખોરોએ મોતનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વધુ રૂૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને વેપાર કરતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (ઉ.વ.50 ) એ આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તા. માળીયા (મીં) તથા રાહુલભાઇ બચુભાઈ સવસેટા રહે. લાભદીપ સોસાયટી શેરી નં -03 રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીને આરોપી ભગવાનજીભાઈએ બળજબરી કરી જમીનનુ રૂપિયા 23,23,000/- નુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે રુ.10 લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.05 લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી રાહુલભાઇએ ફરીયાદીના પતીને પ્રોમીસરી નોટ લખાવી રુ.20 લાખ આપી તેનુ વ્યાજ 10 % લેખે લેતા ફરીયાદીના પતિએ તેને રુ.24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા ફરીયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ બન્ને આરોપીઓ ફરીયાદીના પતિ પાસે ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કરતા જે લાગી આવતા ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર શખ્સોએ આધેડ પાસેથી બળજબરીથી ચેક લખાવી લીધા
મોરબી તાલુકાના ગોકુલનગર (મકનસર) માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રસીકભાઇ રતીલાલભાઈ ચાવડા (ઉ.વ.49) એ આરોપી અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (ઉ.વ.33), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂૂ (ઉ.વ.40 ), ચંદુભાઈ નાથાભાઈ વરૂૂ (ઉ.વ. 33) રહે.ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે તા.વાંકાનેર તથા બીપીનભઈ જેમલભાઈ ધામેચા રહે.ભક્તીનગર 02 નવ મકનસર તા.જી,મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ચંદાભાઇ ભરવાડ, જગાભાઇ ભરવાડ તથા અજાભાઇ ભરવાડએ પાંચ-પાંચ લાખ રૂૂપિયા મળી કુલ રૂૂપિયા પંદર લાખ જેટલા ફરીયાદીને પાંચ ટકાના વ્યાજે આપેલ હોય ફરીયાદી છેલ્લા બે મહીનાથી વ્યાજ નહી ભરી શકતા તેઓને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી ફરીયાદીના વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના ચેકો બળજબરી થી લખાવી કઢાવી લઇ તેમજ આરો બીપીનભાઇ દરજી પાસેથી કટકે કટકે ચૌદ લાખ રૂૂપીયા ત્રણ ટકા વ્યાજે મેળવી છેલ્લા બે મહીનાથી ફરીયાદીએ આરોપીઓને તેઓની પાસેથી લીધેલ મુડીના વ્યાજની રકમ ભરપાઇ નહીં કરી શકતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

