Site icon Gujarat Mirror

ખોડિયાર સોસાયટીમા આર્થિકભીંસથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટ શહેરમા કોઠારીયા મેઇન રોડ નંદા હોલ પાસે ખોડિયાર સોસાયટીમા રહેતા આધેડે કાકાના મકાનમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ભકિતનગર પોલીસ સ્ટાફે તપાસ કરતા આધેડે આર્થિકભીંસથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનુ જણાવ્યુ હતુ. વધુ વિગતો મુજબ ખોડિયાર સોસાયટી શેરી નં 4 મા રહેતા મયુર વસંતભાઇ કથરાણી નામના 46 વર્ષના આધેડે ગઇકાલે સાંજના સમયે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ મામલે કોઇએ કંટ્રોલ રૂમમા જાણ કરતા 108 ઇએમટીના આરતીબેને મયુરભાઇને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ ભકિતનગર પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડયો હતો. આ મામલે તપાસ ચલાવી રહેલા પીએસઆઇ જે. જે. ગોહીલ અને સ્ટાફે તપાસ કરતા મયુરભાઇએ આર્થીકભીંસથી કંટાળી પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમા 1 દિકરી છે. તેમજ તેઓ કાકાના ઘરે રહેતા હતા.

Exit mobile version