કાલાવડ પંથકના પ્રૌઢ રાજકોટમાં બેડીનાકા પાસે હતા ત્યારે પત્ની અને પુત્રએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ કાલાવડના ભીમાનુ ગામે રહેતા રામભાઇ ગઢાભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના પ્રૌઢા ગત રાત્રે કેશરી હિન્દ પુલના છેડે બેડીનાકા પાસે હતા ત્યારે તેની પત્ની ચંપાબેન અને પુત્ર વસંતે ઢીકાપાટુ અને ધોકા વડે હુમલો કરી માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પ્રાથમિક તપાસમાં પ્રૌડ તેના પત્ની અને પુત્ર સાથે રાજકોટ ભિતાવૃતિ માટે આવ્યા હતા. પુત્ર વસંત દારૂ પી ગાળો બોલતો હોવાથી ગાળો આપવાની ના પાડતા હુમલો કરી માર માર્યો હતો.
બેડીનાકા પાસે આધેડને પત્ની અને પુત્રએ ધોકાવી નાખ્યા

oplus_32