ઢીંચડા ગામે કપડાં લેવાના પ્રશ્ને ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત

પાડોશીના ઘરે લગ્ન હોવાથી સંસારમાં આગ લાગી જામનગર નજીક ઢીંચડા ગામે રહેતી એક પરિણીતાને કપડા લેવા બાબતે પતિ સાથે મનદુ:ખ થયું હોય જેનું મનમાં લાગી…

પાડોશીના ઘરે લગ્ન હોવાથી સંસારમાં આગ લાગી

જામનગર નજીક ઢીંચડા ગામે રહેતી એક પરિણીતાને કપડા લેવા બાબતે પતિ સાથે મનદુ:ખ થયું હોય જેનું મનમાં લાગી આવતાં ગઈકાલે તેણીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે જામનગર નજીકના ઢીંચડા ગામે રહેતી સાનિયાબેન સકીલ હુશેન ખફી નામની ર1 વર્ષીય પરિણીતાને તેમના પિયર મસીતીયા ગામે રમઝાન પર પાડોશીના ઘેર લગ્ન હોય જેના માટે બે જોડી કપડા લેવા હોય પરંતુ તેણીના પતિએ હાલ પૈસાની સગવડ ન હોય પૈસાનો મેળ પડશે ત્યારે લઈ દઈશ તેવું કહયું હતું. જેથી સાનીયાબેનને મનમાં લાગી આવતાં તેણીએ ગઈકાલે પોતાને ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના પતિ સકીલ હુશેન જુસબભાઈ દેદોપૌત્રાએ પોલીસને જાણ કરતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.