શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં માવતરે રિસામણે આવેલી પરિણીતાએ ગળોફાંસો આપઘાત કરી લીધો હતો. સાસરીયા ‘તું માનસીક છો, ઘુણે છે’ કહી ત્રાસ આપતા તેણી ત્રણ વર્ષથી રિસામણે હતી અને સાસરીયા છૂટાછેડા માટે પિતાને દબાણ કરતા હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગર શેરી નં.11માં પિતાના ઘરે રહેતી કાજલ જયેશભાઇ મુછડીયા (ઉ.વ.29)નામની પરિણીતાએ આજે સવારે ઘરે પંખામાં ચુદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રથામિક તપાસમાં તેણીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને સાસરીયા રૈયાધાર વિસ્તારમાં રહે છે. પતિ ગેરેજનું કામ કરે છે. લગ્ન બાદ સાસુ, દાદીજી સાસુ, નાનાજી સસરા સહિતના ‘તું માનસીક છો, ઘુણે છે’ તેમ કહી મેણા ટોણા મારતા હતા જેના કારણે તેણી ત્રણ વર્ષથી માવતરે રિસામણે આવી ગઇ હતી. બાદમાં સાસરીયા તેના પિતાને છૂટાછેડા માટે એક મહિનાથી દબાણ કરતા હોય જેથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવી લીધાનું જાણવા મળ્યુ છે.

