દૂધની ડેરી નજીક મહિલાએ બીમારીની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી
શહેરમાં નાનામવા સર્કલ પાસે આવેલા ભીમનગરમાં રહેતી પરિણીતાએ પ્રેમ મંદિર બગીચા પાસે કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હતુ. પરિણીતાની લબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાનામવા સર્કલ પાસે આવેલા ભીમનગરમાં રહેતી પ્રિયંકાબેન વનરાજભાઇ વાઘેલા નામની 24 વર્ષની પરિણીતા સાંજના સમયે પ્રેમ મંદિર બગીચા પાસે હતી ત્યારે કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હતુ. પરિણીતાની લબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાત બીજા બનાવમાં દૂધની ડેરી નજીક રહેતી કરીશમાબેન સિંકદરભાઇ જુણેજા નામની 28 વર્ષની પરિણીતાએ રાત્રીના સમયે બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. પરિણીતાની તબીયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

