સ્વસ્તિક સોસાયટીમાં પરિણીતા પર કાકા-કાકીનો હુમલો, બચાવવા જતા માતાને પણ માર માર્યો

શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા મહીકા ગામે સ્વાસ્તિક સોસાયટીમાં રહેતા પરિણીતા પર તેમના કાકા-કાકી અને પિતરાઇ ભાઇએ હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.…


શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા મહીકા ગામે સ્વાસ્તિક સોસાયટીમાં રહેતા પરિણીતા પર તેમના કાકા-કાકી અને પિતરાઇ ભાઇએ હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.


મળતી વિગતો મુજબ, સ્વાસ્તિક સોસાયટીમાં રહેતા રંજનબેન મનસુખભાઇ ગોહેલ નામના 25 વર્ષના પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમના લગ્ન થઇ ગયા છે અને પતિ સાથે મનમેડ ન આવતા હાલ રીસામણે માવતરે રહે છે. ગઇકાલે સાંજના સમયે ઘર પાસે રહેતા અશોકભાઇની દિકરીને રમડાતી હતી તે સમયે કાકી ગંગાબેન જગદીશભાઇ ગોહેલ ઉભા હતા અને તેમની દીકરી કિરણ પણ ત્યાં ઉભી હતી. તે સમયે આ અશોકભાઇની પુત્રીને રમડતા રમડતા તેને બધા કાળી કહીને બોલવતા હોય જેથી રંજનબેને અશોકભાઇની દીકરીને કહ્યું કે, તે મારું નામ રાખી લીધું છે. જેથી તેમના કાકી ગંગાબેને લાગ્યું કે, રંજન કાળી કહીને તેમની દીકરી કીરણને બોલાવે છે. જેથી ગંગાબેને માથાકુટ કરી રંજનને ગાળો આપી અને વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ વખતે કાકા જગદીશભાઇ ગોહેલ અને તેમનો દીકરો ભાવેશ બન્ને લકડી લઇને મારવા દોડ્યા હતા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ માતા કાંતાબેન વચ્ચે પડતા તેમને પણ ભાવેશે માર માર્યો હતો. આ મામલે રંજનબેને સારવાર માટે સિવિલ હોસ્પિલે ખસેડાયા હતા. તેમજ આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.