Site icon Gujarat Mirror

મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે

તા.11 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરવા ગરબા આયોજકોને અનુરોધ

મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ નજીક આવતા મુખ્ય માર્ગો ઉપર ખાલી પડેલા મોકાના છ પ્લોટ ગરબા આયોજકોને ભાડે આપવા માટે આજે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અને તા.11/9/25 સુધીમાં પ્લોટ ભાડે રાખવા માંગતા આયજકોએ ટેન્ડર ભરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન એસઓપીના લીધે મેળા માટે આયોજકોએ મેદાન ભાડે ન રાખતા મનપાને મોટી નુકસાની થઇ છે.

અને હવે નવરાત્રિ નજીક આવતા ફરી વખત આજ છ પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
અલગ અલગ વિસ્તારોમાં આવેલા અલગ અલગ ક્ષેત્રફળ ધરાવતા મેદાનો માટે રૂા.6 અને રૂા.5 પ્રતિચોરસ મીટર પ્રતિદિનનુ ભાડુ રાખવામાં આવ્યુ છે.તેમજ તમામ પ્લોટ ભાડે રાખવામાં માટે ઇએમડીની રકમ રૂા.1 લાખ નક્કી કરવામાં આવી છે.

Exit mobile version