Site icon Gujarat Mirror

મનપા દ્વારા વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે પાંચ સ્થળોએ યોગ નિદર્શન

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

યોગ કાર્યક્રમનાં આયોજન અંગે મેયરની અધ્યક્ષાતામાં બેઠક યોજાઇ : મનપા 15 મિનિટ યોગા સિટી ક્ધસેપ્ટ અપનાવવા આગળ ધપી રહી છે : મ્યુનિ. કમિશનર

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જુનના દિવસને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.21-મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ કાર્યક્રમના આયોજન અંગે જરૂૂરી ચર્ચા-વિચારણા કરવા માટે મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને તા.18-06-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાંસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન ડો. પ્રવિણભાઇ નિમાવત, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઓ મનીષ ગુરવાની, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન ઓ, કોર્પોરેટર ઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થા તથા યોગ સંસ્થાના પ્રતિનિધિ ઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ઓ-કર્મચારી ઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીને શ્રધ્ધાંજલિરૂૂપે ઉપસ્થિત સૌએ બે મિનિટ મૌન પાડ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (1) સેન્ટ્રલ ઝોન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ (2) વેસ્ટ ઝોન, ટી.પી. પ્લોટ, નાના મૌવા સર્કલ પાસે, 150 ફુટ રિંગ રોડ(3) ઈસ્ટ ઝોન, સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ગ્રાઉન્ડ, સંત કબીર રોડ (4) ખાસ કેટેગરીના વ્યક્તિઓમાટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કેમ્પસ, જ્યુબિલીચોક પાસે, જવાહર રોડ અને (5) ફક્ત મહિલાઓ માટે એક્વા યોગા જીજાબાઈ મહિલાસ્નાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે.

આ બેઠકમા મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી પરંતુ તે એક સંપૂર્ણ જીવનશૈલી છે જે શરીર, મન અને આત્માને જોડે છે. ભારતમાં ઉદ્ભવેલી આ પ્રાચીન પ્રથા આધુનિક જીવનશૈલીમાં પણ એટલી જ સુસંગત છે, અને તેના અનેક ફાયદાઓ છે. આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે એમ કયું હતું કે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્વા યોગા ઉપરાંત દિવ્યાંગજનો માટે પણ યોગનું ખાસ આયોજન કરવામાં આવેલ છે.

આ તકે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે યોગ કાર્યક્રમમાં પણ ચછ જઈઅગ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. કમિશનર એ એક વિશેષ આયોજનની વાર કરતા કહ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 15 મિનિટ યોગા સિટી ક્ધસેપ્ટ અપનાવવા આગળ ધપી રહી છે જેમાં શહેરના કોઈપણ ખૂણેથી નાગરિકોને માત્ર પંદર મિનિટના અંતરે યોગાભ્યાસ માટેનું સ્થળ ઉપલબ્ધ બની રહે. આ માટે શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કુલ-111 સ્થળ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. આ સ્થળોએ યોગ પ્રશિક્ષણ પણ ઉપલબ્ધ રહે અને આનુસંગિક સુવિધા મળી રહે તે માટે આયોજન વિચારવામાં આવી રહ્યું છે.

આ આયોજન અમલમાં આવ્યેથી આવી સુવિધા ઉપલબ્ધ બનાવનાર રાજકોટ પ્રથમ શહેર બનશે.આ મીટિંગમાં સહાયક મ્યુનિસિપલ કમિશનર બી.એલ. કાથરોટીયાએ સમગ્ર આયોજનની રૂૂપરેખા આપી હતી તેમજ અંતમાં આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિહ વાળા દ્વારા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં બ્રહ્માકુમારી, બાલ ભવન, પતંજલિ યોગ સમિતિ, પ્રોજેક્ટ લાઈફ, કર્મયોગી મંદિર, ઇઅઙજ , અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ, શાંતિનિકેતન કોલેજ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ, ઉંઉઋ , અંકુર વિદ્યાલય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, તપન સ્કૂલ, આર્ટ ઓફ લિવિંગ, સ્વ-નિર્ભર શાળા સંચાલન , લોહાણા યુવક પ્રગતિ મંડળ, પી.વી.મોદી સ્કૂલ, રેસકોર્ષ ક્રિકેટ એકેડમી, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલયના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી 21-મી જૂન,2025 વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત પાંચ સ્થળોએ યોગ કાર્યક્રમમાં જોડાવામાટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.

Exit mobile version