Site icon Gujarat Mirror

મનહરપુરના પરિણીતાનો માનસિક બીમારીથી કંટાળી ઘરેથી નીકળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

માધાપર ગામ પાસેના ફાટક પાસેની ઘટના : ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા મુળ ગ્વાલિયરના વતની મહીલા આજે વહેલી સવારે ઘરેથી માનસિક બિમારી સબબ નીકળી જતા તેઓએ માધાપર ગામ પાસે આવેલી ફાટકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી.


મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રહેતા મુળ ગ્વાલિયરના વતની રામકેશરીબેન મુન્નાભાઇ પ્રજાપતિ (ઉ.વ. 4પ) નામના મહીલા આજે સવારે પોતાના ઘરનો દરવાજો બહારથી બંધ કરી ઘરેથી કયાંક નિકળી ગયા હતા ત્યારબાદ પરીવારજનોએ શોધખોળ કર્યા બાદ તેઓની લાશ માધાપર ફાટક પાસેથી મળી આવી હતી આ ઘટનામાં રામકેશરીબેને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ તેઓ છેલ્લા એકાદ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાનુ જણાય રહયુ છે તેમના પતિ મુન્નાભાઇ પાણીપુરીની લારી ચલાવે છે તેમજ તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનુ જાણવા મળી રહયુ છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.


જયારે બીજા બનાવમાં ચુનારાવાડ ચોક પાસે આવેલા શિવાજીનગર 1ર માં રહેતા નિલેશ ઠાકોરસિંહ સકોરીયા નામના પ્રૌઢનુ બેભાન હાલતમાં મોત નિપજતા તેમનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો તેઓને 3 સંતાન છે તેમજ પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતા બંગડીનુ કામ કરતા હતા નિલેશભાઇને દારૂ પિવાની ટેવ હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

Exit mobile version