ભારત સરકારના 2025-26ના બજેટનું સરળ ભાષામાં વિશ્ર્લેષણ કરવા કાલે શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટ આવી રહ્યા છે.
રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન અને શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા કાલે સાંજે 6:30 કલાકે રવજીભાઈ પટેલ ઓડિટોરિયમ, રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન, 3 ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જી.આઈ.ડી.સી. રાજકોટ ખાતે યોજવામાં આવેલા વકતવ્યમાં ઉદ્યોગકારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કેન્દ્રીયમંત્રી માંડવિયા દ્વારા વિક્સીત ભારતના સ્વપ્નને સાર્થક કરવા બજેટ કેવી રીતે લાભદાયી છે તમામ વર્ગને બજેટ થકી કેટલો ફાયદો છે વગેરે બાબતે સરળ ભાષામાં વકતવ્ય આપવામાં આવનાર છે.