Site icon Gujarat Mirror

માણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાં

માણાવદર શહેરમાં કૃષ્ણા હોટલ નજીક વોંકળામાંથી 24 વર્ષીય રોહિત સોલંકી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડા બાટવા રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ સવારે 3 વાગ્યા આસપાસ વોંકળામાં મૃતદેહ જોયો હતો. તેણે તરત જ માણાવદર પોલીસને જાણ કરી હતી.

માણાવદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને માણાવદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માણાવદર પીઆઇ પારગીના જણાવ્યા મુજબ, આ હત્યા પાછળનું કારણ પૈસાની લેતી-દેતી છે. ત્રણ આરોપીઓએ મળીને રોહિત સોલંકીની હત્યા કરી હતી.

પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે. સોલંકી પરિવારના 24 વર્ષીય યુવકની હત્યાથી પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવારે બાકી રહેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Exit mobile version