Site icon Gujarat Mirror

લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર પરણિત આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો અદાલતે આદેશ કર્યો છે.

ફરિયાદી ભોગ બનના ઉંમર વર્ષ 17 અને 11 માસ વાળી ને આ કામના આરોપી મહેન્દ્ર વિઠ્ઠલભાઈ સોનગરા ( ઉં. વ. 30 ,રહેવાસી નાની રાફુદડ તાલુકો લાલપુર ) વાળા એ પોતે લગ્ન કરેલ હોવા છતાં ભોગ બનનાર ને મોબાઇલ નંબર આપી તેમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગ બનનારને મળવા બોલાવી ભોગ બનનારની ઈચ્છા ન હોવા છતાં ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. અને આ વાત કોઈ ને કહીશ તો હું તારા ભાઈ ને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જેથી ડર ના કારણે ભોગ બનનારે ઘરે કોઈ ને વાત કરેલ ન હતી. અને આરોપી બોલાવે ત્યારે ભોગ બનનાર ત્યાં જતી હોય જેથી ભોગ બનનાર સાથે આરોપીએ ત્રણ વખત બળજબરી થી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી ભોગ બનનાર ખૂબ જ ડરી ગયેલ હોય જેથી તેમના મામાના ઘરે જતી રહેલ બાદમાં આરોપી નો ફોન ભોગ બનનાર ના ઘર ના મોબાઇલ માં આવતા ભોગ બનનાર ના માતા-પિતા ને જાણ થતા ભોગ બનનારે ઉપરોક્ત તમામ વાત તેના માતા-પિતા ને કરી હતી. ત્યાર પછી બાદ ભોગ બનનારે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ જામનગર ના સ્પેશિયલ પોક્સો કોર્ટ માં કેસ ચાલી જતા તેમ જ સરકાર તરફ થી 6 જેટલા સાક્ષીઓ તથા 62 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવમાં આવ્યા હતા. તેમજ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટ ના જજ આર પી મોગેરા એ આરોપી ને 20 વર્ષ ની સખત કેદની સજા તથા રૂૂ.15000 ના દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂૂપિયા 4 લાખ ચૂકવવા નો હુકમ કરેલ છે . આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલા હતા.

Exit mobile version