Site icon Gujarat Mirror

લેણી રકમ વસૂલવા રાજકોટ નાગરિક બેંકને મકાનનો કબજો સોંપતા મામલતદાર

રાજકોટ દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ કરવામાં આવેલા હુકમ અનુસાર, શહેરના કુવાડવા રોડ પર આવેલી એક મિલકતનો કબજો લેવામાં આવ્યો હતો. આ હુકમ તા. 07/03/2013 ના રોજ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી માટેની નોટિસ તા. 11/04/2025 ના નાયબ મામલતદાર ડી. આર. પુરોહિત દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) ની સહી સાથે બજાવફવામાં આવી હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજેશભાઈ નરશીભાઈ ઢોલરીયા અને મહેશભાઈ નરશીભાઈ ઢોલરીયા પાસેથી બાકી લેણી રકમ વસૂલ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કુવાડવા રોડ પર આવેલ શ્રીનાથ પાર્ક શેરી નં-2 માં આવેલ વ્રજ કુટિર નામના મકાન, જે રેવન્યુ સર્વે નં.110 પૈકીના બિનખેતીના રહેણાંક પ્લોટ્સ પૈકી સબ પ્લોટ નં. 36 થી 40/જે ની જમીન ચો.મી.61-23 પર બનેલું છે, તેનો કબજો તા. 25/04 ના મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ લેવામાં આવ્યો હતો. આ મિલકત પર તા. 30/06/2012 સુધીની બાકી પડતી લેણી રકમ રૂૂ. 1,20,49, 709.23 અને ત્યારબાદના ચડત વ્યાજની વસૂલાત માટે આ કબજો લેવામાં આવ્યો હતો.આ કાર્યવાહી રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ચાંદની પરમારની સૂચના અનુસાર કરવામાં આવી હતી. મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયાએ નિયત પ્રક્રિયા અનુસરીને મિલકતનો કબજો સુનિશ્ચિત કર્યો હતો.

Exit mobile version