મલેરિયા – આ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. આ એક પ્રાચીન સમયથી અસ્તિત્વ માં આવેલો રોગ છે,જેને નાબૂદ કરવો હજી પણ આપણાં માટે એક પડકાર છે. ચોમાસાની ઋતુ આવતા જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, મલેરિયા પણ મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે.
મેલેરિયા એ પરજીવી જીવાણુથી થતો જીવલેણ રોગ છે જે મુખ્યત્વે તાવ, ઠંડી, પરસેવો, માથાનો દુ:ખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો ધરાવે છે. આ રોગના લક્ષણો સામાન્ય રીતે 48 થી 72 કલાકની વચ્ચે ચક્રવાતી રીતે પુનરાવૃત્તિ થતી હોય છે.
મેલેરિયાના મુખ્ય લક્ષણો:
– તાવ આવવો
– ઠંડી લાગવી, ધ્રુજારી થવી
– માથું અને આખું શરીર દુ:ખવું
– ઊબકા આવવા અથવા ઉલટી થવી
– થાક લાગવો, કાંઈ કામ કરવાનું મન ન થવું
– ક્યારેક આંખોની પાછળ દુ:ખાવો
– ડાયેરિયા અથવા પાચન તંત્ર નબળું થવું
મેલેરિયાના મુખ્ય કારણ: કેવી રીતે ફેલાય છે મેલેરિયા?
મેલેરિયા મુખ્યત્વે ‘માદા ઍનોફિલીસ મચ્છર’ દ્વારા ફેલાય છે. જ્યારે આ મચ્છર કોઈ મેલેરિયા પીડિત વ્યક્તિને કરડે છે ત્યારે તેની અંદર રહેલા ‘પ્લાઝમોડિયમ’ નામના જીવાણુઓ મચ્છરનાં શરીરમાં પ્રવેશ કરે છે. આ મચ્છર જ્યારે બીજી સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ જીવાણુઓ તે વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે.
મેલેરિયા માટે જવાબદાર ‘પ્લાઝમોડિયમ’ પરજીવીનાં મુખ્ય પ્રકારો:
1. Plasmodium falciparum સૌથી ગંભીર પ્રકાર, ઘણા મોત માટે જવાબદાર
2. Plasmodium vivaxસામાન્યપણે ભારતમાં જોવા મળે છે
3. Plasmodium ovale આફ્રિકા અને કેટલાક ભાગોમાં જોવા મળે છે
4. Plasmodium malariae તીવ્ર નહિ પણ લાંબો સમય રહેતો રોગ
5. Plasmodium knowlesi દક્ષિણ એશિયામાં જોવા મળતો દુર્લભ પ્રકાર
મેલેરિયા માટે રોગચક્ર (Lifecycle)
1. મચ્છર કરડે ત્યારે પ્લાઝમોડિયમ શરીરમાં પ્રવેશે છે
2. લીવર સુધી પહોંચી ને આ જીવાણુ પનપે છે
3. લીવર કોષો ફાટી જાય છે અને જીવાણુઓ લોહીમાં પ્રવેશે છે
4. રક્તકણોમાં વસીને તેઓ ઝડપથી ફેલાય છે
5. રક્તકણો ફાટતા જાય છે, લોહીની ખોટ થાય છે
6. આ ચક્ર ચાલુ રહે છે જ્યાં સુધી સારવાર ન થાય
કોઈને પણ થઈ શકે મેલેરિયા, ખાસ કરીને…
નાના બાળકો (ખાસ કરીને 5 વર્ષથી નાનો ઉંમર સમૂહ), ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધો, ઈમ્યૂનિટી ઓછા ધરાવતા લોકો, મેલેરિયા પીડિત વિસ્તારના રહેવાસીઓ
મેલેરિયાથી બચવા માટે શું કરી શકાય?
1. મચ્છરદાનીનો ઉપયોગ:
એવી દાની વાપરો જેમાં ઇન્સેક્ટીસાઇડ હોય
દરેક રાત્રે સુતી વખતે દાની નીચે સુવો
2. જંતુનાશક દવાઓ:
ઘરના દરવાજા-બારીમાં મચ્છરજાળી લગાવો
દર 7 દિવસે મચ્છરનાશક દવા છાંટો ખાસ કરીને પાણીના ભરેલા વિસ્તારોમાં
3. કપડાં અને રહેઠાણ:
આખું શરીર ઢાંકી શકે એવા કપડાં પહેરો
ખૂલેલી જગ્યાઓ બંધ રાખો
એર ક્ધડીશનર અથવા પંખાનું વધુ ઉપયોગ કરો
4. પર્યાવરણની સાફસફાઈ:
ઘરના આજુબાજુ પાણી ભરાતું અટકાવો
ટાયર, કૂડી, છત્રીમાં પાણી ભરાયું હોય તો ખાલી કરો
ફૂલના વાસણોનું પાણી વારંવાર બદલો
મેલેરિયાની સારવાર
કેવી રીતે થાય છે?
મેલેરિયાની સારવાર માટે ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. Plasmodium falciparum dp માટે Artemisinin-based Combination Therapy (ACT) સૌથી વધુ ઉપયોગી છે.Plasmodium vivax માટે Chloroquine અને Primaquine વપરાય છે.
મહત્વપૂર્ણ:
સંપૂર્ણ દવાઓનો કોર્સ લેજો
રોગનું પુનરાગમન ટાળવા માટે સંપૂર્ણ સારવાર જરૂૂરી છે
ડોક્ટરની સલાહ વિના કોઈપણ દવા લેવી નહીં
મેલેરિયાની ખતરનાક સ્થિતિઓ:
ગંભીર એનીયમિયા (લોહીની ખોટ)
મલેરિયલ કોમામાં જવું
યકૃત અને કિડની ફેઇલ થવી
શ્વાસ લેવામાં તકલીફ
બાળકોમાં મગજ પર અસર
સરકાર દ્વારા મફત ટેસ્ટિંગ, દવા વિતરણ, મચ્છર નિયંત્રણ અભિયાન ચાલે છે એનો લાભ લેવો.તમારું ફક્ત સમયસર તપાસ કરાવી અને દવાનો કોર્સ પૂર્ણ કરવો, ઘરની આસપાસ સફાઈ જાળવવી
મેલેરિયા એ ગંભીર પરંતુ નિયંત્રણ કરી શકાય એવી બીમારી છે. જો સમયસર લક્ષણોને ઓળખી સારવાર લેવામાં આવે, તો મૃત્યુનો દર બહુ ઓછો થઈ શકે છે. દરેક વ્યક્તિએ મચ્છર નિવારણ, વ્યવસ્થિત સારવાર અને સ્વચ્છતા દ્વારા પોતાને અને સમાજને મેલેરિયા મુક્ત બનાવવામાં સહયોગ આપવો જોઈએ.

