Site icon Gujarat Mirror

લક્ષ્મીવાડીથી કેનાલ રોડનો પુલ પહોળો બનાવો

શહેરના સેન્ટ્રલ ઝોનમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ કેનાલ રોડને જોડતો વર્ષો જૂનો સાકડો પુલ પહોળો કરવા માટે આ વિસ્તારના રહેવાસીઓ અને કિડસવેર એસીસીએશનના વેપારીઓ દ્વારા મેયરને રજૂઆત કરી હતી.
મેયરને રજૂઆત કરી જણાવેલ કે, અમારા લક્ષ્મીવાડી, ગુંદાવાડી વિસ્તારને, કેનાલ રોડ સાથે જોડતો લક્ષ્મીવાડી મેઈન રોડ, છે તેમાત્ર 20 ફૂટ પહોળો છે.

લક્ષ્મીવાડી, અને ગુંદાવાડી વિસ્તાર હાલ 40% કોમર્શીયલ થઈ ગયેલ છે, તેના કારણે લક્ષ્મીવાડી મેઈનરોડનો કેનાલ રોડનો અવર જવર કરતા ટ્રાફિકની સમસ્યા ખુબજ જટીલ બની ગય છે. તો અમો લક્ષ્મીવાડી તેમજ ગુંદાવાડી વિસ્તારના ધંધાર્થી તેમજ રહેવાસીઓની પાસે સવિનય માંગાની છે કે, લક્ષ્મીવાડી તેમજ ગુંદાવાડી ને લાગું કાપડમીલ કમ્પાઉન્ડ વાળો રસ્તો જે કેનાલ રોડને ટચ થાય છે. તેમા માત્ર વોકળા ઉપર રાહદારીઓના હલનચલન માટે રાહદારીઓ માટે નાનો પુલ બનાવવામાં આવ્યો છે.

જે પુલ મોટો બનાવી વાહનોની અવર જવર સળતાથી થઇ શકે તેમ હોય અને લક્ષ્મીવાડી મેઇન રોડની કાયમી ટ્રાફિક સમસ્યાને આ રોડ ઉપર ડ્રાઇવટ કરી શકાય તેમ છે. આપ અમારી વિનંતી સાંભળી ગેલકમ્પાઉન્ડ વાળા કેનાલ રોડ સાથે જોડતા પુલને પહોળો કરી આપો અર્હીના વેપારીઓ કે રહેવાસીઓને કોઇપણ પ્રકારનો વાંધો કે વિરોધ નથી અહીં પુલ બનાવાથી વરસાદના પાણી ભરાવવાની કોઇ સમસ્યા રહેતી નથી. બીજુ કે આ પુલ બનવાથી ત્યાનુ ન્યૂસન્સ પણ કાઇમી પણે દૂર થઇ શકે તેમ છે અને આ રસ્તો ધન્વતરીમાર્ગ સાથે જોડાઇને સીધો ભૂપેન્દ્રરોડ સુધી ક્ધકટીંગ થઇ શકે તેમ છે. આ પહેલા પણ અમે આ મુદે અરજી આપેલતો હવે અમારી માંગ સ્વીકારી ટ્રાફિક અને લોકોની સમસ્યા હલ કરવા નવો પહોળો પુલ બનાવવામાં આવે તેમ રજૂઆત કરી હતી.

Exit mobile version