Site icon Gujarat Mirror

ભાજપના નામે ચરી ખાતા વાલ્મિકી સમાજના અસંવિધાનિક આગેવાનો દ્વારા મોટા કૌભાંડો

રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરીને કેટલાક કહેવાતા વાલ્મિકી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર અને આર્થિક કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. જેમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ માટે મ 1 લાખ સુધીની વસૂલી, રાજકોટ મહાનગર પાલિકાના કાયમી સફાઈ કામદારોના રાજીનામા મંજુર કરવા માટે રૂૂા.ર લાખથી લઈ રૂૂા.3 લાખ સુધી ગેરકાયદેસર વહીવટો., વોર્ડ બદલી માટે ઈં 50 હજાર સુધીની માંગણી, “સામાજિક સમાધાન” ના નામે 10 થી 15 લાખ સુધીની ઉઘરાણી, સમૂહ લગ્ન અને ધાર્મિક કાર્યક્રમોના બહાને વ્યક્તિગત લાભ લેવામાં આવી છે.

આ તમામ કૃત્યો માત્ર કાયદેસર ગુના જ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જેવી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીની છબીને ગંભીર નુકસાન પહોંચાડે છે. સમગ્ર વાલ્મિકી સમાજની સ્પષ્ટ માંગણીઓ છે કે આ કૌભાંડોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ કે તેમના પરિવારજનોને રાજકોટના કોઈપણ વોર્ડમાં કોર્પોરેટર ટિકિટ આપવામાં ન આવે અને અનુસૂચિત જાતિના કોટામાંથી મેયર પદ માટે પણ વિવાદાસ્પદ લોકોની ઉમેદવારી સ્વીકારવામાં ન આવે.

જો આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં નહીં લેવામાં આવે તો રાજકોટ શહેરમાં વાલ્મિકી સમાજના આશરે 90% લોકો પક્ષ વિરુદ્ધ વલણ અપનાવી શકે છે, જે રાજકીય રીતે ભારે અસરકારક સાબિત થઈ શકે છે. આ તમામ કૌભાંડો સંબંધિત દસ્તાવેજી , વીડિયો, ફોટા અને ઓડિયો પુરાવા ઉપલબ્ધ છે. તેમ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઇ બેડીયાની (94081 86018)ની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version