Site icon Gujarat Mirror

લવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજી

હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટયું: 38 હજારથી વધારે હરિભકતોએ કથાનું રસપાન કર્યું

રાત પડે ને રાજકોટમાં રેસકોર્સમાં ભક્તિરસનો ઘુઘવતો જનસૈલાબ ઉમટે છે, 31 ડિસેમ્બરે હનુમાન દાદા સાથે ‘થર્ટી ફર્સ્ટ’ ઉજવવા ખાસ આમંત્રણ

રાજકોટમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. રવિવારના રોજ 38 હજાર જેટલા લોકો ઉમટીયા હતા. જયારે 300 રકતની બોટલ એકત્ર થઈહતી. આજે ત્રીજા દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા સાંભળવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.30 હજાર કરતા વધારે હરિભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. કથા સ્થળે ખુરશીઓ ખુટી પડતા ભક્તોએ જમીન ઉપર બેસીને કથાનું શ્રવણ કર્યું હતું. સંતો મહંતો સહિત રાજકીય આગેવાનો અને વડીલો કથા શ્રવણ કરવા પધાર્યા હતા. મહત્વનું છે કે કથા સાંભળવા આવનાર મોટાભાગનો યુવા વર્ગ આવી રહ્યો છે.દરરોજ કથાની શરૂૂઆત આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ સ્વામી દ્વારા કથાનું રસપાનની શરૂૂઆત કરવામાં આવે છે.

સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, “જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ, તેને અરેન્જ મેરેજ કહેવાય છે. પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.” તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછીપૂરું.

સોશિયલ મીડિયા પર વધતી અસલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર ’મોડેલ’ બનીને નથી રહેવાનું, પણ ’ઝાંસીની રાણી’ જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે. તેમણે ઉમેર્યું કે, આજના જમાનામાં વોટ્સએપ માં જોઈને પ્રેમ થઈ જાય છે. લોકો જોયા વગર જ હજારો રૂૂપિયા ટ્રાન્સફર કરી દે છે. બહેનોને ભગવાને મીઠી વાણી આપી છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ જેથી કોઈ છેતરાય નહીં. “આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે.” 31મી ડિસેમ્બરે ખાસ હનુમાન દાદાને સંગ થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા પધારવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભારતના ઈતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનું યોગદાન અતુલનીય
સ્વામી હરિપ્રકાસદાસજીએ જણાવ્યું હતું કે, આપણી માટે ગૌરવની વાત એ છે કે દેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો ફાળો ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે. ખાસ કરીને સરદાર પટેલ વિશે વાત કરતા જણાવાયું હતું કે, “જો આ દેશને સરદાર પટેલ ન મળ્યા હોત, તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.” દેશને એકસૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના થકી જ શક્ય બન્યું છે. સ્વામીજીએ સંબોધન કરતા જણાવ્યું કે, જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે. આજે પણ અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો વાગે છે.વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની ધરતીમાં કંઈક એવી તેજસ્વીતા છે કે અહીંથી નીકળેલા લોકો વિશ્વ ફલક પર છવાઈ જાય છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેતા થયા છે.

રાજકોટને વંદન છે આ શહેર પીડ પરાઈ જાણે છે
સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરને વંદન છે. આ શહેર પીડ પરાઈ જાણે છે. શહેરમાં હજારો એવા લોકો છે જે કોઈને દુ:ખી નથી જોઈ શકતા. આજે અનેક બાળકો એવા જન્મે છે જેને જન્મતા સાથે જ ડાયાબિટીસ હોય. મા-બાપ ગરીબ હોય. રાજકોટમાં એવી સંસ્થા (જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન) છે કે જે બાળકોને દતક લે છે. એનું આજીવન ધ્યાન રાખે છે. કેટલા લોકોની વાત કરવી. આજે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયો હતો. આપણે એક માવતરની સેવા સરખી નથી કરી શકતા. પણ સદભાવના વૃદ્ધાશ્રમને ધન્ય છે કે જેને આખા ભારતમાં જાહેરાત કરી કે જેને કોઈ નહીં સાચવે એને અમે સાચવીએ. અને આનંદ એ વાતનો છે કે વડીલોને પગ દબાવવા માટે માણસો રાખે છે. દર અઠવાડિયે વડીલોના પગના તળિયે ગાયનું ચોખ્ખું ધીની માલિશ થાય છે.

Exit mobile version