લોસ એન્જલસની વિનાશક આગે ભારે તબાહી સર્જી છે. અનેક ઇમારતો માલ સામાન સાથે ભસ્મિભૂત થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હોલીવૂડની સેલિબ્રિટીઓના કિંમતી મકાનો પણ આગની ઝપટમાં આવી ગયા છે. તસ્વીરોમાં નયનરમ્ય લોસ એન્જલસની ખંડેર થઇ ગયેલી હાલત જોવા મળી રહી છે. સળગેલા મકાનો- ઇમારતોના અવશેષો ભયાવહ આગની યાદ અપાવી રહ્યા છે.