Site icon Gujarat Mirror

મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો

 

દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા

 

મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ગોડાઉનમાંથી 76.39 લાખનો વિદેશી દારૂ સહીત રૂા.1.11 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડામાં ચાર શખ્સોની ધરપડક કરી છે. જયારે તપાસમાં સાત શખ્સોના નામ ખુલ્યા છે. મારવાડી શખ્સે દારૂના કટીંગ માટે ગોડાઉન ભાડે રાખ્યું હતુ અને દારૂ ભરેલ ટ્રક આવ્યા બાદ કટીંગ થાય તે પૂર્વે જ એસએમસીએ દરોડો પાડયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લીપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયાની સુચના હેઠળ પીએસઆઇ એ.વી. પટેલ અને ટીમે મોરબી જીલ્લા પોલીસને ઉંઘતી રાખી મોરબીના શનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમા દારૂૂનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાં વિદેશી દારૂૂનું કટીંગ ચાલુ હોય તે દરમ્યાન વિદેશી દારૂૂની બોટલ નંગ -17514 કિં રૂૂ. 76,39,092 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂૂ. 1,11,94,212 ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારણ ગુરૂૂ, પ્રવિન ભગીરથરામ રહે. બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય સાત ઈસમો અશોક પુનામારામ પુવાર, કમેલેશ હનુમાનરામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર -કે.એ.-01-એ.એમ-4523 નો ચાલક, અશોક લેલન ગાડી નં -જીજે-07-ટીયૂ-5131 નો માલિક તથા દારૂૂનો જથ્થો મોકલનાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌરાષ્ટ્રના બુટલેગરો ઉપર જખઈની ધોંસ, ચાર દિવસમાં ચાર દરોડા
સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂના ધંધાર્થી વિરૂધ્ધ દરોડાની કાર્યવાહી કરી ચાર દરોડા પાડયા છે. ચાર દિવસમાં એસએમસીની ટીમે મોરબીના ટંકારા, રાજકોટના આટકોટ અને રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે દરોડા પાડી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડામાં ટંકારામાંથી રૂા.11.81 લાખનો દારૂ ઝડપી લીધો હતો. જયારે આટકોટમાંથી 61.46 લાખ તેમજ રાજકોટમાં નાસીકથી દારૂ ભરીને આવેલા આઇસરમાંથી 1.55 લાખનો દારૂ કબજે કર્યો હતો. સૌરાષ્ટ્રમાં દારૂ મંગાવનાર બુટલેગરો ઉપર એસએમસી સતત દરોડા પાડી રહી છે જેથી સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

Exit mobile version