Site icon Gujarat Mirror

રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં SMCએ લીંબડી-રાજકોટ હાઇવે પરથી 20,976 બોટલનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત દારૂૂની કિંમત રૂૂ. 94.84 લાખ છે, જ્યારે વાહન, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂૂ. 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે મોટો દરોડો પાડીને વિદેશી દારૂૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

SMCની ટીમે બાતમીના આધારે લીંબડી-રાજકોટ હાઇવે પર આવેલા બલદાણા ગામ નજીક ’જય દ્વારકાધીશ ટી સ્ટોલ’ સામેના જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ (IMFL) નો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ સમગ્ર મામલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી હરિયાણાના જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના અને નરેશ મદનલાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રમેશકુમાર જાટ, દારૂૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક આકાઓ અને ટ્રક માલિક સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે ફરાર આરોપીઓ અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.

Exit mobile version