આરોપી વિરુદ્ધ પ્રોહી. સહિત અનેક ગુન્હાઓ દર્જ છે: પેડુના ભાગે છરીથી લસરકા પાડ્યા
તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર આજે કોર્ટ શરૂૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ બહાર તળાજા ના પ્રો.હી ઉપરાંત અન્ય કેસો પણ નોંધાયેલ હોય તેવા કુખ્યાત ઇસમે છરી વડે હુમલો કર્યો હતો. પેટ(પડખા)ના ભાગે ત્રણ ચાર લસરકા પાડ્યા હતા.
બનાવને લઈ વકીલ મંડળના પ્રમુખ સભ્યો ઇજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. પોલીસ અધિકારીઓ હોસ્પિટલ આવતા કડક પગલાં ની ખાત્રી આપીહતી.
તળાજા ના એડવોકેટ પ્રવિણભાઈ ખીમજીભાઈ સોસા પરકોર્ટ બહાર રોડપર હુમલો થતા વકીલ મંડળ મા ખળભળાટ મચીગયો હતો. તળાજા વકીલ ઉપર કોર્ટ બહાર હુમલો થયો હોય તેવી પ્રથમ ઘટના ના પગલે બાર.એસો.ના પ્રમુખ હાર્દિકભાઈ ઓઝા સહિત સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા.જોકે આ હુમલો વકીલ અને અસીલ ની નહિ પરંતુ અંગત અને જૂની અદાવત ને કારણે થયો હોવાનું ઇજાગ્રસ્ત પ્રવિણભાઈ એ જણાવ્યું હતુ.
હોસ્પિટલના બિછાને થી વિગત આપતા ઉમેર્યું હતું કે આજે 10.45 ના અરસામા કોર્ટ ની બહાર વાહન લઈ નીકળતા હતા એ સમયે રોડપર આરોપી કિશોર મીઠાભાઈ રાઠોડ મળ્યો હતો.આરોપી એ વકીલ ને શુકામ સામુજુએ છે તેમ પૂછતાં વકીલ એ હુંસામું નથી જોતો તેમ કહેતા આરોપી એ હુમલો કર્યો હતો.શર્ટફાડી છરી કાઢી ડાબા પડખે લસરકા કરી ઇજાકરી હતી.
બનાવ ના પગલે પો.ઇ વી.આર.ચાવડા, પો.સ.ઇ ડી.પી. ખાંભલા,પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્ત તથા બાર.એસો.ના સભ્યો ને કડક અને ઝડપી કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી.આરોપી ની અટકાયત કરવામા આવી હતી.
મારા ભાઈએ આરોપીના ત્રાસથી આત્મહત્યા કરી છે: પ્રવિણ સોસા
ઇજાગ્રસ્ત એડવોકેટ પ્રવિણભાઈ સોસા એ આરોપી કિશોર રાઠોડ ના ત્રાસ થી મારાભાઈ એ આત્મહત્યા કરીછે.તે બાબત નો ગુન્હો પણ નોંધાયો છે.એ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકીઓ આપતો હતો. ઉજઙ સુધી રજુઆત કરી છે.દારૂૂ વેચતો હોય પોલીસ ને સતત જાણકરી છે.દારૂૂ સહિતના અન્ય કેસો પણ છે.

