દ્વારકા દર્શન સર્કિટના પ્રમુખ તીર્થસ્થાન એવા બેટ દ્વારકામાં ’હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ બેટ દ્વારકા’ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા 31 સર્વે નંબર્સની 1-82-19.95 હેકટર આરે ચો.મી. જમીનના સંપાદન હેતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન એવા યાત્રાધામ બેટ દ્વારકાના વિકાસ હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના બેટ દ્વારકા કોરીડોરની તૈયારીના પ્રથમ તબકકાના ભાગરૂૂપે મંદિર આસપાસ અને પરિસરના વિસ્તૃતીકરણ હેતુ સંખ્યાબંધ દુકાનો તથા વાણિજ્ય ધર્મશાળાઓ તેમજ રહેણાંક મકાનોનું સંપાદન કરાશે. હાલમાં જગતમંદિર આસપાસના ગીચતાભર્યા વિસ્તારમાં જમીન સંપાદનથી મંદિર પરિસર આસપાસ વિશાળ વિસ્તાર ખાલી થયે હોલિસ્ટીક ડેવલોપમેન્ટની કામગીરી શરૂૂ કરાશે. આ માટે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા પ્રોજેકટ માટે જરૂૂરી હે. 1-82-19.95 ચો.મી. વિસ્તારના સંપાદન માટે જમીન સંપાદન પુન:સ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-2013 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરી બેટ દ્વારકાના કુલ 31 જેટલા સર્વે નંબર્સની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરી છે જે અંગે ટૂંકમાં કાર્યવાહી હાથ ધરાશે. અધિનિયમની જોગવાઈઓ હેઠળ ઉકત જમીનો માટે કાર્યો કરવા અને ફરજો નિભાવવા દ્વારકાના નાયબ કલેકટરને નિયુકત કરાયા છે.
ચોતરફ જળરાશિથી ઘેરાયેલા બેટ દ્વારકા આઈલેન્ડનો પ્રવાસ દર્શનાર્થી અને સહેલાણીઓ માટે આનંદદાયક હોય છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત સમુદ્રી જળસૃષ્ટિ નિહાળવા પણ દર વર્ષે સહેલાણીઓ ઉમટી રહયા હોય તેમજ બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુનું આશરે 1200 કરોડના ખર્ચે નિર્માણ બાદ ક્રમશ: બેટ દ્વારકા ટુરીઝમમાં સતત વધારો થયો હોય અને બેટ દ્વારકા કોરીડોર અને અન્ય ડેવલોપમેન્ટ પ્રોજેકટ્સના અમલીકરણ હેતુ બેટ દ્વારકામાં યાત્રીકલક્ષી સુવિધાઓમાં વધારો કરવાની જરૂૂરીયાત હોય બેટ દ્વારકા કોરીડોરની તૈયારીના પ્રથમ તબકકાના ભાગરૂૂપે મંદિર આસપાસ તેમજ પરિસર વિસ્તૃતીકરણની કામગીરી અંગે ટૂંકમાં કાર્યવાહી હાથ ધરાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

