Site icon Gujarat Mirror

જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો

ત્રણને ઝડપી લેવાયા, 8556 મીટર સરકારી જમીનમાં 66 પ્લોટ પાડી નાખ્યા

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, અને પૂછપરછ હાથ ધરી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ 80 લાખ થવા જાય છે. જે જમીન પચાવી પાડનારા 6 આરોપીઓ જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જે પ્રકરણની તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા અને તેઓની ટીમે આજે સવારે ત્રણ આરોપીઓ જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ, અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયા ની અટકાયત કરી લીધી છે, અને ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version