Site icon Gujarat Mirror

નિકુંજ વાગડિયા દ્વારા સોનું, રત્ન, પન્ના અને મોતીથી લાલબાગચા રાજાની કલાકૃતિ નિર્માણ

રાજકોટના ગિનીસ બુક રેકોર્ડ હોલ્ડર કલાકાર નિકુંજ વાગડીયા દ્વારા અનેક મહિનાઓની અથાગ મહેનત, કળા વિષયક સાધના, પવિત્ર ઉપવાસ અને તપસ્યા બાદ; તેઓએ વિકસાવેલ ટેકનીક થકી, પેપર કટિંગ ટેકનિકથી લાલબાગચા રાજા ગણેશજીની એક અનોખી, વિશિષ્ટ 3ઉ કલાત્મકૃતિ તૈયાર કરી છે. આ કલાત્મકૃતિનું નિર્માણ કલાકાર દ્વારા પોતાના સ્વહસ્તે કરવામાં આવ્યું છે. કલાત્મકૃતિમાં લાલબાગચા રાજાના પ્રસાદી કુમકુમ સાથે શુદ્ધ સોનું તેમજ બહુમૂલ્ય રત્નો પન્ના, મોતી અને માણિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૃતિ તેઓએ વર્ષોની જહેમત બાદ વિકસાવેલ તકનીક દ્વારા તૈયાર કરી છે, જે તેઓની આગવી ઓળખ છે, અને આ પ્રકારની કૃતિ તૈયાર કરનાર તેઓ વિશ્વના એકમાત્ર કલાકાર છે. તેઓ તેઓના સ્વહસ્તે, કોઈપણ ફરમા કે ડાઇઝ વિના આ અનોખી કૃતિ તૈયાર કરે છે. ઘણા દિવસોના ઉપવાસ અને વ્રત દરમ્યાન તેઓને થયેલ ઇશ્વર પ્રેરણા મુજબ તેઓ ગણેશજીની મૂર્તિનું સ્વરૂૂપ તૈયાર કરે છે.

આ કૃતિને અત્યંત અનોખી અને દુર્લભ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ વિશેષ ગણેશભક્ત પોતાના પૂજા સ્થાનમાં આ કલાત્મકૃતિને સ્થાપિત કરી શકે અને તેના દ્વારા ગણેશભક્તિ સાથે કલા અને સેવાનો સુંદર સમન્વય થઈ શકે. કલાત્મકૃતિમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીનું કુલ મૂલ્ય ₹1,11,111/- રાખવામાં આવ્યું છે.
આ કલાત્મકૃતિ થકી પ્રાપ્ત થનાર રકમમાંથી લાલબાગચા રાજાની સેવા તેમજ ક્ધયા શિક્ષણ માટે યથાશક્તિ યોગદાન આપવાની યોજના પણ રાખવામાં આવી છે. કલાકાર નિકુંજ વાગડિયાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક કલાત્મકૃતિ નથી, પરંતુ કલા, શ્રદ્ધા, ભક્તિ અને સેવાનો અનોખો સંગમ છે. ગણેશભક્તો સુધી આ અનોખી કૃતિની માહિતી પહોંચે અને કોઈ વિશેષ ગણેશભક્તને તેમાં રસ હોય તો તેઓ સંપર્ક કરી શકે છે.

Exit mobile version