ગુજરાત
રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ
તાજેતરમાં કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને લોકસભા ના વિપક્ષ ના નેતા રાહુલ ગાંધી એ ફરીવાર ભારતના રજવાડા ની ગરિમા ને લાંછન લાગે તેવું નિવેદન કર્યું છે.લોકસભા ના વિપક્ષ ના નેતા રાહુલ ગાંધી એ તાજેતર માં એક લેખ માં ભારતના રજવાડા ની ગરિમા ને લાંછન લાગે તેવી ટીપ્પણી કરી છે. લેખ માં લખ્યું છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની એ આપણા આજ્ઞાકારી મહારાજા ઓ અને નવાબો સાથે ભાગીદારી કરી હતી. તેઓને લાંચ રૂૂશ્વત આપીને તેમજ ધમકાવીને ભારતનું ગળું ઘોટવામા આવ્યું હતું.રાહુલ ગાંધી ના રજવાડા વિશેની આ ટીપ્પણી ને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગર શહેર ના પૂર્વ ડેપ્યુટી મેયર ભરતસિંહ ગોહિલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને ભારતના રજવાડા વિશે ની કોંગ્રસ ની માનસિકતા છતી કરી છે. વધુ માં યાદ કરવાનું કે એપ્રિલ માસમાં પણ લોકસભા ના વિપક્ષ ના નેતા રાહુલ ગાંધી એ રજવાડા ની ગરિમા ને લાંછન લાગે તેવું નિવેદન કર્યું હતું.