બગદાણા હુમલા પ્રકરણમાં અચાનક ગરમાવો, મોટા નેતાઓના રાજીનામાની થશે માગણી
બગદાણા ના કોળી સમાજના નવનીત બાલધીયા પ્રકરણ ને લઈ સીટ ની ટિમ ધીમી પરંતુ મક્કમ ગતિએ તપાસ ચલાવી રહી છે તેમ છતાંય કોળી સમાજમાં રોષ શાંત પડવાના બદલે વકરી રહ્યો છે.આત્મવોલોપન ની ચીમકી આપવામાં મામલે આજે કોળી સમાજના સાત વ્યક્તિ ને અહીં તળાજા પોલીસ મથકે લવાયા હતા.તો બીજી તરફ આજે કોળી સમાજનું સંમેલન તા.17 ના રોજ બોલવાયું હોવાના વાયરલ મેસેજ એ ખળભળાટ મચાવી દીધો છે.આગામી સમયમાં હવે સામાજિક અને રાજકીય લેવલે રાજકારણ ગરમાય શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોળી સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા ના પ્રકરણ ને આજે પખવાડિયું વીતી ગયુ.જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ તળાજામા આવેદનપત્ર આપવા સમયે મુખ્ય આરોપી ને પકડવામાં નહિ આવે ત્યાં સુધી સુધી આંદોલન શરૂૂ રહશે,નવી રણનીતિ ઘડવામાં આવશે ઉચ્ચારાયેલ આ ચીમકી આજે સત્ય ઠરતી જોવા મળે છે.કારણકે આજે બપોર બાર તળાજા ના કોળી સમાજના લોકો છે તેવા વિવિધ સોસીયલ મીડિયા ના ગ્રુપમા આગામી તા.17 ને શનિવાર ના રોજ રામપરા રોડ પર આવેલ સમાજ ની વાડી ખાતે બપોરે 4 કલાકે સંમેલન યોજવાના મેસેજ વાયરલ થયા હતા.
કોળી સમાજના વ્યક્તિ જે સરપંચ કે અન્ય જન પ્રતિનિધિ તરીકે હોદ્દાપર હોય અને તેઓ તે હોદ્દાપરથી અથવા તો પક્ષમાંથી રાજીનામુ આપતા હોય છે ત્યારે અહીંથી ન્યાય ન મળે તો મોટાગજા ના નેતાઓ ના રાજીનામા ની માગ કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.જોકે ત્યાં સુધીમા સીટ દ્વારા કરવામાં આવતી તપાસ પર મોટો મદાર રહેલો છે. સોસીયલ મીડિયા મા મોટા નેતાઓના ફોટાઓ વાયરલ કરી ને રીતસર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેની પાછળ ગાંધીનગર જઈ ને મુખ્યમંત્રી સુધી કરેલ રજુઆત પર પાણી ફેરવી રહ્યા છે.
આત્મવોલોપન ની ચીમકી આપવના પગલે જિલ્લા પોલીસ ની ટિમ દ્વારા સાત વ્યક્તિ ને તળાજા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જેમાં અશોકભાઈ મકવાણા ઉર્ફે અશોક મામસી, મુકેશભાઈ મેટાલીયા, અશોકભાઈ રાઠોડ ગીતાબેન મેર, હરેશભાઈ મેર, પરેશભાઈ મેર (સરપંચ),રાજુભાઈ સોરમિયાને પોલીસ વાહનમાં મહુવા લઇ જવામાં આવ્યા હતા.
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે જે ઈસમો હાલ પોલીસ પકડમાં આવ્યા છે તેમાના લોકોનો ગુનાઇત ઇતિહાસ ચકાસમાં આવી રહ્યો છે.બનીશકે ભવિષ્યમાં વધુ કાયદાકીય કાર્યવાહી હાથધરવામાં આવે.
કયા આગેવાને મેસેજ વાયરલ કર્યા?
તળાજા ખાતે કોળી સમાજ નું તા.17 ના રોજ સંમેલન ના મેસેજ વાયરલ કરવા બાબતે સવાલ ઉઠ્યા હતા કે કોણે આ મેસેજ વાયરલ કર્યા છે.રાજકીય આગેવાન ને પૂછતાં પોતે આ મેસેજ અને સંમેલન બોલાવ્યા ની વાત ને લઈ અજાણ છે.જે વ્યક્તિ એ મેસેજ વાયરલ કર્યા ની વાત છે તેઓનો મોબાઈલ સંપર્ક કરતા તેઓએ મોબાઈલ રિસીવ કર્યો ન હતો.

