રાજકોટ શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. વાહનોની સંખ્યા માં પણ જબ્બર વધારો થયો છે સૌરાષ્ટ્રનું પાટનગર સમાન અને શૈક્ષણિક હબ ગણાતું રાજકોટ શહેરમાં હાલ 26 જેટલા ટ્રાફિક સિગ્નલો છે એ તમામ ટ્રાફિક સિગ્નલો સમયસર ચાલુ કરવામાં આવતા નથી અને બંધ કરવામાં આવતા નથી રાજનગર માં મોડી રાત્રે પણ સિગ્નલો ચાલુ રહેતા હોય છે. આ પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે.
ટ્રાફિક સિગ્નલો ની લાઇટોના આડશમાં ક્યાંક જાહેરાતો તો ક્યાંક વૃક્ષો આવી ગયેલ હોવાનું જાણવા મળે છે. ટ્રાફિક સિગ્નલો સમયસર બંધ કરવા અને શરૂૂ કરવા અંગેની જવાબદારી નિભાવતા કર્મચારીને તાકીદ કરી વિષય (1) બાબતે યોગ્ય કરવા મારી માંગ છે. તદુપરાંત હાલ સવારે 10:00 વાગે લીમડા ચોકમાં પણ ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં હતા અને ભૂતખાના ચોકમાં કોઈ સાઈડ દેવા માટે કોઈ કર્મચારી ઉપસ્થિત હતા નહીં. શહેર માં ટ્રાફિક સિગ્નલ ની લાઈટો યોગ્ય રીતે કામ ન કરતી હોય તો મરામત કરવી જરૂૂરી છે શહેર પોલીસ કમિશનર અને મનપા વચ્ચે સંકલનના અભાવે વ્યવસ્થિત મોનીટરીંગ થતું ન હોય જે પગલે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. હાલ દેશભરમાં ભિષણ ગરમીની શરૂૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ એ સમગ્ર દેશમાં કાળજાળ ગરમીમાં અગ્રીમ હરોળમાં આવી ગયું છે ત્યારે વિષય (2) બાબતે જણાવવાનું કે બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાને પગલે શહેરીજનોને ખાસ કરીને બાઈક ધારકોને ભિષણ ગરમીના કારણે આકરો તાપ અને કાળજાળ ગરમીનો સામનો કરવાની ફરજિયાત ફરજ પડે છે.
અત્યારથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે હવામાન ખાતાની પણ આગાહી છે કે આગામી દિવસોમાં ગરમી ભૂકકા બોલાવવાની હોય ત્યારે અમારી માંગ એ છે કે હાલ બપોરના 1-00 થી 5-00 સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખીને અવરજવર કરવાની છૂટ મળવી જોઈએ.