રાષ્ટ્રીય

કંગનાએ થુકેલું ચાટ્યું, ખેડૂત બિલ નિવેદન અંગે માફી માગતો વીડિયો જાહેર

Published

on

ભાજપે કંગનાના નિવેદનથી છેડો ફાડતા રેલો આવ્યો

ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પોતાના નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જો કે તેના કેટલાક નિવેદન વિવાદાસ્પદ પણ હોય છે. ત્યારે હવે ફરી એકવાર પોતના નિવેદનને લઈને મહિનામાં બીજી વખત શરમનો સામનો કરવો પડ્યો છે. ભાજપ કૃષિ કાયદાને લગતા કંગનાના નિવેદનથી દૂરી રાખી છે. કંગનાએ પોતે પણ કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો કે પાર્ટી દ્વારા આ નિવેદનને લઈને ફટકાર લગાવતા કંગનાએ વીડિયો જાહેર કરીને માફી માગી છે.


એક વીડિયો જાહેર કરીને કંગના કહી રહી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ મને કૃષિ કાયદા પર કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં સૂચન કર્યું કે ખેડૂતોએ પીએમ નરેન્દ્ર મોદીને કૃષિ કાયદો પાછો લાવવાની વિનંતી કરવી જોઈએ. ઘણા લોકો નિરાશ અને હતાશ છે. જ્યારે કૃષિ કાયદો પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, ત્યારે ઘણા લોકોએ આનું સમર્થન કર્યું હતું, પરંતુ વડાપ્રધાને ખૂબ જ સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે તે કાયદને પાછો ખેંચી લીધો હતો.


ભાજપ સાંસદ કંગના રનૌતે વધુમાં કહ્યું કે મારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હું માત્ર એક કલાકાર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર પણ છું.થભાજપ સાંસદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનું સન્માન કરવું એ અમારા તમામ કાર્યકર્તાઓની ફરજ છે. જો મારા નિવેદનોથી કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. અને હું મારા શબ્દો પાછા લઉં છું કંગના રનૌતે સ્પષ્ટ કર્યું કે તેમનો મત વ્યક્તિગત છે અને તે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.
કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) સાંસદ કંગના રનૌત દ્વારા કૃષિ કાયદા અંગેની કથિત ટિપ્પણીને ટાંકીને આરોપ લગાવ્યો કે શાસક પક્ષ 2021માં રદ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કોંગ્રેસે કહ્યું કે હરિયાણા આનો જડબાતોડ જવાબ આપશે. વધી રહેલા આક્રોશને જોતા હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌત હવે પોતાના નિવેદન પર બેકફૂટ પર આવી ગઈ અને તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version