ધાર્મિક

કાલે ધનતેરસ: જાણો મહત્ત્વ, પૂજન અને શુભ સમયની યાદી

Published

on

શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મી પૂજન કરવું ઉત્તમ ફળદાયક

આસો વદબારસ ને મંગળવાર તા. 29-10-24 ના દિવસે સવારે 10.32 થી તેરસ તિથિનો પ્રારંભ થશે. ધનતેરસ તિથિનું મહત્વ સાંજે પ્રદોષ કાળનું હોતા નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે મંગળવારે બારસ ના દિવસે ધનતેરસ છે. ધનતેરસના દિવસે શ્રીયંત્ર ની પૂજા કરવી. ઘર મા રહેલા સોના ચાંદીના દાગીનાની પૂજા કરવી. લક્ષ્મીપૂજન કરવું. વ્યાપારના નવા ચોપડા ખરીદવા, જમીન મકાનની ખરીદી કરવી, નવા વાહનની ખરીદી કરવી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક ગણવામાં આવે છે.


ધનતેરસ ના દિવસે લક્ષ્મીજીએ પોતાના પતિ વિષ્ણુ ભગવાનને બલિરાજા ના કેદમાંથી છોડાવેલા આથી પણ ધનતેરસ નુ મહત્વ વધારે છેધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ પૂજામાં શ્રીકૃષ્ણ ભગવાનના નામ ની સાથે રૂૂકમણીજી, મિત્રવૃંદા, શૈલ્યા, જામ્બવતી, સત્યભામા, લક્ષ્મણા, ભદ્રા, કાલિન્દી આ નામ બોલવાથી શાંતિની પ્રાપ્તિ થશે.


એક પૌરાણિક કથા પ્રમાણે યમરાજા એ વરદાન આપેલું કે ધનતેરસ ના દિવસે જે લોકો યમદિપ દાન દેશે તેને યમયાતના સહવી પડશે નહીંધનતેરસના દિવસે સાંજ ના સમયે યમ દિપદાન કરવું. ધનતેરસના દિવસે મંગળવારે સાંજ ના સમયે દિવસ આથમ્યા પછી સાંજના દિવસ આથમ્યા પછી ઘર ની અથવા ફ્લેટ ના મુખ્ય દરવાજા કે બારણાં પાસે બહાર ચોખાની ઢગલી કરવી. તેના ઉપર માટીના કોડીયામા રૂૂની વાટ મૂકી અને તલના તેલ નો દિવો કરવો. દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પ્રાર્થના કરવી. મને અને મારા પરિવારને કોઈ દિવસ યમ યાતના ન મળે. આ રીતની પ્રાર્થના કરવી. ધનતેરસના દિવસે આ રીતના યમ દિપદાન કરવાથી અપમૃત્યુ, અકાળમૃત્યુ તથા બિમારીનો ભય રહેતો નથી. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું.

દેવ દાનવોની સમૃદ્ર મંથન સમયે સંસારના સર્વરોગ નાબૂદ કરવા ઔષધિનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. આથી આ દિવસે સારા આરોગ્યની કામના માટે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે વૈદ્યો અને ડોક્ટર ભગવાન ધન્વંતરીનું પૂજન કરશે.


ભગવાન ધન્વંતરીનું પૂજન કરવાથી તથા યજ્ઞ કરવાથી વાતાવરણ ચોખ્ખું બને છે. ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શુભ સમયમાં એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી લક્ષ્મીજીની છબી રાખવી. દિવો, અગરબત્તી કરી ત્યારબાદ શ્રીયંત્ર અથવા લક્ષ્મીજીના સિક્કા પર સાકરવાળા દૂધથી શ્રી સુક્ત બોલતા બોલતા અથવા તો ૐ મહલક્ષ્મયૈ નમ: બોલતા બોલતા અભિષેક કરવો. ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવવું. સાફ કરી નાડાછડીનું વસ્ત્ર પહેરાવવું. અબીલ, ગુલાલ કંકુ ચડાવી સાકર પેંડાનું નૈવેદ્ય ધરી આરતી કરવી અને ક્ષમા યાચના માંગવી. આમ ધનતેરસના દિવસે પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.


એ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજના સમયે જુના દાગીના નું પૂજન પણ કરવું ઘરમાં રહેલ તિજોરી મા રહેલ ધન નુ પૂજન કરવું સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ થશે ધનતેરસના દિવસે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુ વાસણો ની ખરીદી કરવાની પણ પરંપરા છે ધનતેરસના દિવસે લોકો ઘર સાફ કરવાની જૂની સાવરણી બદલાવી નવી સાવરણી નો ઉપયોગ કરતા હોય છે આ પરંપરા પણ છે.

ધનતેરસના શુભ મુહૂર્તની યાદી ચોઘડિયા પ્રમાણે
આસો વદ-12 મંગળવાર તા. 29-10-2024 સવારે 10-32 થી ધનતેરસ બેસે છે. દિવસના શુભ ચોઘડીયા- ચલ, લાભ, અમૃત 09-41 થી 01-55 બપોરે : શુભ 03-20 થી 04-45, રાત્રીના શુભ ચોઘડીયા: લાભ : 07-45 થી 09-20 શુભ : 10-55 થી 12-31 -: અભિજીત મુહુર્ત, બપોરે 12-08 થી 12-53, રાત્રે પ્રદોષકાળ નીશુભ પૂજા નુ મુહૂર્ત 6.11 થી 8.43

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version