Site icon Gujarat Mirror

મોરારિનગરના મકાનમાં ચોરી કરનાર જૂનાગઢનો રીઢો તસ્કર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં ઓરડી ભાડે રાખી રહેતો’તો : અગાઉ ચોરી, માદક પદાર્થ અને દારૂ સહિત આઠેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે

પખવાડિયા પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ કોઠારીયા રોડ મોરારીનગર-6માં જલારામ કૃપા નામના કૌશલભાઇ મહેશભાઇ માધાણીના મકાનના તાળા તોડી રોકડા 65 હજાર તેમજ ચાંદીના દાગીના મળી કુલ 70 હજારની ચોરી કરવામાં આવી હતી.

આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-1 ટીમે ઉકેલી હાલ નાડોદાનગર પૂલ પાસે દુધીબેનની ઓરડીમાં ભાડેથી રહેતાં મુળ જુનાગઢ કાળવા ચોક દશામાના મંદિર પાસે રહેતાં કિરણ કાળુભાઇ સોલંકી (ઉ.વ.23) નામના દેવીપૂજક શખ્સને નાડોદાનગર મેઇન રોડ પરથી પકડી લઇ ચાંદીની ઝાંઝરી, સાંકળા, હાથના કડલા, રોકડા રૂૂપિયા 45 હજાર મળી કુલ 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોરીના ગુના ડિટેક્ટ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મનરૂૂપગીરી ગોસ્વામી, કોન્સ. સત્યજીતસિંહ જાડોજ, રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને માહિતી મળતાં કિરણ સોલંકીને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો રહે છે. અગાઉ તે જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં ચોરી, દારૂૂ, માદક પદાર્થ સહિતના 8 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, જયપાલસિંહ ઝાલા, હેડકોનસ. મનરૂૂપગીરી ગોસ્વામી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

Exit mobile version