Site icon Gujarat Mirror

એઈમ્સના મહિલા નર્સિંગ ઓફિસરના મકાનમાંથી છ લાખના દાગીનાની તસ્કરી

જામનગર રોડ પર રત્નમ્ સ્કાય સિટીમાં ભાડે રહેતા અને એઇમ્સમાં નર્સિંગ ઓફીસર તરીકે નોકરી કરતા ચંદ્રકુમારી મહેશભાઈ સોલંકી (ઉ.વ.33) ના મકાનમાંથી તસ્કરો કબાટની તીજોરીમાં રાખેલા રૂૂા. 6 લાખની કિંમતનાં સોનાના ઘરેણા ચોરી કરી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચંદ્રકુમારી સોલંકીએ પોલીસને જણાવ્યું કે તે મૂળ મહારાષ્ટ્રના પુનેના વાગોલી ગામના વતની છે. રાજકોટમાં ત્રણ વર્ષથી ભાડે રહી એઇમ્સમાં નર્સિંગ ઓફીસર તરીકે નોકરી કરે છે.ગઈ તા.27ના તે ઘરેથી નોકરી ઉપર ગયા હતા જ્યાંથી બપોરે નોકરી પુરી કરી પરત ઘરે આવ્યા હતા.ઘરના મેઇન દરવાજાનો લોક ખોલી અંદર જઈ બેડરૂૂમમાં રહેલા બે કબાટમાંથી ચાવી લઈ કબાટ ખોલ્યો હતો.

કબાટનાં લોકરમાં જોતા તેમા રાખેલ ચાર તોલાનું મંગલસુત્ર, એક તોલાનો ચેન, એક તોલાની ત્રણ વીટી મળી રૂૂા. 6 લાખની કિંમતના છ તોલાના ઘરેણાં જોવા મળ્યા ન હતા. આથી તેને બંને કબાટ ઉપરાંત ઘરમાં અન્ય સ્થળોએ પણ તપાસ કરી હતી. પરંતુ ઘરેણાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી આ મામલે પૂના રહેતા પતિને વાત કરી હતી.

ગઇ તા. 26ના સાંજે તેણે કબાટમાં ઘરેણા જોયા હતા.પરંતુ બીજા દીવસે બપોરે ઘરેણા જોવા મળ્યા ન હતા.આથી તસ્કરો ગમે તે રીતે તેના ઘરમાંથી ઘરેણા ચોરી જતા અંતે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે તેમજ પીએસઆઇ વી.જી.ડોડીયા તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version