ગુજરાત
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદે જયન મહેતાને વધુ 5 વર્ષનું એકસટેન્શન
જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. જયેન મહેતા કંપનીમાં છેલ્લા 34 વર્ષથી કામ કરે છે. વર્ષ 2023માં તેમની મેનેજિંગ ડિરેક્ટરના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. GCMMFએ ભારતનું સૌથી મોટું ફાસ્ટ-મૂવિંગ ક્ધઝ્યુમર ગુડ્સ એન્ટરપ્રાઇઝ છે.
જયેન મહેતાનો કાર્યકાળ 2029-30 સુધી રહેશે. નવેમ્બરના અંતમાં GCMMFની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)નું વાર્ષિક બ્રાન્ડ વેચાણ ટર્નઓવર રૂૂ. 80,000 કરોડ છે. તે ગુજરાતમાં 36 લાખ દૂધ ઉત્પાદકોનો સહકારી સંઘ છે. આ સંઘ 18 જિલ્લા દૂધ સંઘો હેઠળ 18,600 ગ્રામ ડેરી સહકારી મંડળીઓ દ્વારા કામ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 3 કરોડ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. જયેન મહેતા છેલ્લા 34 વર્ષથી GCMMF સાથે જોડાયેલા છે. તેમણે અનેક હોદ્દા પર કામ કર્યું છે. મહેતા ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) માટે માર્કેટિંગની સ્થાયી સમિતિના સભ્ય પણ છે.
વર્ષ 2024માં મહેતાને એશિયા પેસિફિક પાવર લિસ્ટ ઓફ કેમ્પેઈન એશિયાનો એક ભાગ માનવામાં આવ્યો છે. તે પ્રદેશમાં અસરકારક માર્કેટિંગનું સન્માન કરે છે. મહેતાના નેતૃત્વ હેઠળ અમૂલે વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ તરીકે વૈશ્વિક ઓળખ હાંસલ કરી છે. જયેન મહેતાએ યુરોપિયન માર્કેટમાં અમૂલ દૂધની બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. જયેન મહેતા 1991માં અમૂલમાં જોડાયા અને કંપનીના બ્રાન્ડ મેનેજર, ગ્રુપ પ્રોડક્ટ મેનેજર અને જનરલ મેનેજર તરીકે સેવા આપી. જયેન મહેતાએ એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના એમડી ઇન્ચાર્જ તરીકે પણ સેવા આપી છે. GCMMFના ઈઘઘ બનતા પહેલા, મહેતા GCMMFના ચીફ જનરલ મેનેજર (ઈૠખ) હતા. જયન મહેતા સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સુવર્ણ ચંદ્રક વિજેતા છે.
આ સાથે તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂૂરલ મેનેજમેન્ટ આણંદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મહેતાની કશક્ષસયમઈંક્ષ પ્રોફાઇલ મુજબ તેમણે માર્કેટિંગ અને લીડરશીપમાં અનેક એવોર્ડ જીત્યા છે. જેમાં ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન (ઈંઅઅ) ઇન્ડિયા ચેપ્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્કેટર ઓફ ધ યર-ઋખઈૠ ફૂડનો સમાવેશ થાય છે. જયન મહેતાને ફૂટબોલ જોવું ગમે છે.