રાજકોટ-ભાવનગર રોડ પર ત્રાંબા ગામે પાસે જસદણના આંગડીયા પેઢીના કર્મચારી જગદીશસિંહ ચૌહાણે તેની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂૂ.34.55 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની જાણ થતા ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, આજીડેમ પોલીસ સાથે એલસીબી સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લુંટારૂૂઓને પકડવા નાકાબંધી કરાવી હતી. પ્રાથમિક તપાસ અને પુછપરછ બાદ આ બનાવ બન્યો જ નહી હોવાનું અને આંગઢીયા પેઢીના કર્મચારી જગદીશસિંહ ચૌહાણે અગાઉ ઢસાની આંગડીયામાં કરેલી 9 લાખની છેતરપીંડીની રકમ ચુકવવા માટે 34.55 લાખની લૂંટનું નાટક રચ્યું હોવાનું બહાર આવતા જગદીશસિંહ ચૌહાણે સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસે રોકડ કબજે કરવા તેમજ અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ ? તે મામલે તપાસ શરુ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણની મહેન્દ્ર અરવિંદ પટેલ આંગડીયા પેઢીમાં નોકરી કરતો અને ઢસા ગામે રહેતો જગદીશસિંહ ભરતસિંહ ચૌહાણ તેની ઓફિસના પાર્સલ મુકવા માટે રાજકોટ આવતો હતો તે દરમ્યાન જસદણની અન્ય આંગડીયા પેઢીમાંથી રાજકોટના પી.ઉમેશ આંગડીયા પેઢીના સુમીત પટેલને રૂૂ.34.55 લાખ રાજકોટ આપવા માટે નિકળ્યો હતો.દરમ્યાન બપોરના સમયે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ત્રંબા ગામ પાસે પહોંચતા બ્લેક કલરની કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેની કારને આંતરી હથિયાર બતાવી રૂૂ.34.55 લાખ રોકડની લૂંટ ચલાવી નાશી ગયાની સુમીત પટેલને ફોન કરી બનાવ અંગે વાત કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર સાથે આજીડેમ પોલીસ મથકના પી.આઈ એ.બી.જાડેજા,ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોર તેમજ એલસીબી ઝોન-1ના પીએસઆઈ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું કે, ઢસામાં રહેતો જગદિશસિંહ મૂળ મહેસાણાનો વતની છે. આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. શરૂૂઆતથી જગદિશસિંહ કાંઈક છુપાવતો હોવાની શંકા જતાં પોલીસે તેને કાર કયા મોડલની હતી તે જણાવવાનું કહેતાં જણાવી શક્યો ન હતો. તેની કારને આંતરી તો પછી સ્થળ પર ટાયરમાર્ક કેમ નથી તે વિશે પણ ખુલાસો કરી શકયો ન હતો. આ સહિતના બીજા જરૂૂરી સવાલના જવાબ પણ નહીં આપી શકતા ક્રાઈમ બ્રાંચે તેને શંકાના દાયરામાં રાખી ઘનિષ્ઠ પુછપરછ કરતા આખરે લુંટનું તરકટ રચ્યાનું કબુલી લીધું હતું.
જેના પગલે આજી ડેમ પોલીસે મૂળ મહેસાણાના બહુચરાજીના દેથલીના વતની અને હાલ રાજકોટના મોરબી રોડ ઉપર રાધા મીરા સોસાયટી શેરી નં.03, મકાન નં.63માં રહેતા સુમીતભાઇ અરવિંદભાઇ પટેલની ફરિયાદ પરથી જગદીશ વિરૂૂધ્ધ ગુનો દાખલ કરવા તજવીજ શરૂૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં લુંટનું તરકટ રચવા અને જાણવા મળ્યું કે, આ અગાઉ પણ જગદિશસિંહે ઢસાની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના 9 લાખ ઓળવી લીધા હતા જે બાબતે પેઢીના માલિકને જાણ થતા જગદિશસિંહે પોલીસ ફરિયાદ નહી કરવા જણાવી 9 લાખ જમા કરાવવાની વાત કરતા ઢસા મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના માલિકે તેના પગાર માંથી રકમ કપાત કરવા અથવા 9 લાખ જમા લેવાની વાત કરી સમાધાન કર્યું હતું. જેમાં જગદિશસિંહે 2.50 લાખ જમા કરાવ્યા હતા બાકીની રકમ તેને થોડા દિવસોમાં જમા કરાવવાની હતી. આ રકમ જમા કરાવવા જગદિશસિંહે 34.55 લાખની લુંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

