જામનગર પૂષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટનાપ્રમુખ વજુભાઈ પાબારી તથા નલીનભાઈ રાજાણીએસંસ્થા વતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારથી જામનગરના લોકો વ્યથિત છે. હિન્દુ મંદિરો અને હિન્દુઓના ઘરો પર હુમલા થઈ રહ્યાછે. આપણા પાડોશી દેશમાં અલ્પસંખ્યકોને આ પ્રકારની પીડા સહન કરવી પડી રહી છે. હિન્દુઓના મૌલિક અધિકારોની હત્યાથ ઈ રહીછ ે. કેટલીક એવી ઘટના બની છે જેના પર જણાય છે કે, બાંગ્લાદેશના બંધારણનું ગળુદબાવવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા થયા તેમાં તોડફોડ મુર્તિઓનું અપમાન, આગ લગાડવી, વગેરે થઈ રહ્યા છે. 51 ટકા હિસા મંદિર પર થઈ છે. 69 મંદિરોમાં પૂજા સમયે જ હુમલા થયા છે.
હિન્દુઓના ઘરો પર હુમલા કરી અનેક લોકોની હત્યા કરવામાં આવી છે. તેમની સંપતિની લૂંટ કરવામાં આવીછે. ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે. વિગેરે અનેક બાબતોને ધ્યાને લઈ બાંગ્લાદેશ સરકાર તાકિદે હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને રોકે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.